ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્પાઈસજેટની ફ્લાઈટમાં હોબાળો: માથાફરેલ બે પેસેન્જર કૉકપિટમાં ઘૂસવા લાગ્યા, ઈમરજન્સી લેન્ડીંગ કરાવી

નવી દિલ્હી, 15 જૂલાઈ 2025: સ્પાઈસજેટની દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ SG ૯૨૮૨ માં સોમવારે ભારે હોબાળો થયો હતો, જ્યારે બે મુસાફરોએ ટેક્સીંગ દરમિયાન અનુશાસનહીનતા દાખવીને બળજબરીથી કોકપીટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સ્પાઈસજેટ દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે.

સ્પાઈસજેટ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, “કેબિન ક્રૂ, અન્ય મુસાફરો અને કેપ્ટન દ્વારા વારંવાર રોકવા છતાં, બંને મુસાફરો તેમની સીટ પર પાછા ફરવા તૈયાર ન હતા.” મુસાફરો અને ક્રૂની સલામતીને ધ્યાનમાં રાખીને, ફ્લાઈટ કેપ્ટને વિમાનને રનવે તરફ લઈ જવાને બદલે પાછા બે પર લાવવાનો નિર્ણય લીધો. આ પછી, બંને મુસાફરોને વિમાનમાંથી ઉતારીને CISFને સોંપવામાં આવ્યા હતા.

૧૩ જુલાઈના રોજ પણ વિમાન રનવે પર પાછું ફર્યું હતું

આ પહેલા ૧૩ જુલાઈના રોજ, સ્પાઈસજેટની પુણે-દિલ્હી ફ્લાઇટ SG-914 ને ટેકનિકલ ખામીને કારણે રનવે પરથી પાછું ફરવું પડ્યું હતું. ફ્લાઇટ બપોરે ૧૨ વાગ્યે ઉપડવાની હતી, પરંતુ લગભગ ૯ કલાક મોડી પડતાં, તે રાત્રે ૯:૦૫ વાગ્યે ઉપડી હતી.

કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે તેમને બે કલાક માટે વિમાનની અંદર બેસાડવામાં આવ્યા હતા. જોકે, સ્પાઈસજેટે આ દાવાઓને નકારી કાઢ્યા હતા. સ્પાઈસજેટે કહ્યું હતું કે, લગભગ એક કલાક પછી મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ટેકનિકલ સમસ્યાઓના કારણે, ફ્લાઇટને રનવે પરથી બે પાર્કિંગમાં પાછી લાવવી પડી હતી. મુસાફરોને ૨ કલાક સુધી વિમાનમાં રાખવાનો દાવો ખોટો છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રાલયનો મોટો આદેશ: હવે જેલમાં કેદીઓને મળવું હશે તો આ કામ કરવું પડશે

Back to top button