તારક મહેતામાં દયા બેન પાછા આવશે! અસિત મોદી સાથે દિશા વાકાણીનો વીડિયો જોઈને ફેન્સ હરખાયા

મુંબઈ, 11 ઓગસ્ટ 2025: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઉદ્યોગના સૌથી સફળ શોમાંનો એક છે. આ લોકપ્રિય સિટકોમે અનેક કલાકારોને ઓળખ આપી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં કલાકારોએ આ સીરિયલને અલવિદા પણ કહ્યું છે, જેમાં દયાબેન એટલે કે દિશા વાકાણીનું નામ પણ સામેલ છે. નિર્માતાઓ લાંબા સમયથી શોમાં દિશા વાકાણીને પાછા લાવવાના પ્રયાસોમાં લાગેલા છે અને ચાહકોને પણ તેમના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પરંતુ દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા લાવવાના અસિત મોદીના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. આ દરમિયાન અસિત મોદીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ ફરી એકવાર ચાહકોની આશા જાગી ઉઠી છે કે દિશા ટૂંક સમયમાં શોમાં વાપસી કરી શકે છે.
View this post on Instagram
અસિત મોદીએ દિશા વાકાણી પાસે રાખડી બંધાવી. અસિત મોદીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો, જેમાં તેમની સાથે દિશા વાકાણી પણ જોવા મળી રહી છે. અસિત મોદીએ રક્ષાબંધનના અવસરે દિશા વાકાણી સાથે મુલાકાત કરી અને તેમની પાસે રાખડી પણ બંધાવી. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની નીલા મોદી પણ હાજર હતી. આ દરમિયાન બધા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા. અસિત મોદીએ કુર્તા-પાયજામા, તેમની પત્નીએ સૂટ અને દિશા વાકાણીએ સાડી પહેરી હતી. વીડિયોથી જાણવા મળે છે કે ભલે દિશા હવે તારક મહેતાનો ભાગ નથી, પરંતુ અસિત મોદી સાથે તેમનો પ્રેમભર્યો ભાઈ-બહેનનો સંબંધ હજુ પણ કાયમ છે.
કેટલાક સંબંધો નસીબમાં હોય છે- અસિત મોદી
વીડિયો શેર કરતી વખતે અસિત મોદીએ ખૂબ જ સુંદર કેપ્શન પણ આપ્યું છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું- ‘કેટલાક સંબંધો નસીબ ગૂંથે છે… લોહીના નહીં, દિલનો નાતો હોય છે! #dishavakani માત્ર અમારી ‘દયા ભાભી’ નથી, પણ મારી બહેન છે. વર્ષોથી હાસ્ય, યાદો અને પોતીકાપણું વહેંચતો આ સંબંધ સ્ક્રીનથી ઘણો આગળ વધી ગયો છે. આ રાખી પર, તે જ અટૂટ ભરોસો અને તે જ ઊંડુ પોતીકાપણું ફરીથી અનુભવાયું… આ બંધન હંમેશા આવી જ મીઠાશ અને મજબૂતી સાથે રહે.’
વીડિયો જોઈ દયાબેનના ચાહકો ખુશ થયા આ વીડિયો પર યુઝર્સ પણ ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે અસિત મોદી દ્વારા શેર કરેલા વીડિયો પર પ્રતિક્રિયા આપતા આશા વ્યક્ત કરી કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરી શકે છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું- ‘દયાબેનને ખૂબ યાદ કરીએ છીએ, તેઓ ક્યારે વાપસી કરશે?’ બીજાએ લખ્યું- ‘દયા ભાભી જલ્દી પાછા આવો, બધા તમને યાદ કરે છે.’ એક અન્ય યુઝરે લખ્યું- ‘હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું આગમન નિશ્ચિત છે.’ જોકે, થોડા દિવસો પહેલાં જ અસિત મોદીએ શોમાં દયાબેનના આગમન અંગે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ આ પાત્ર માટે હવે નવી અભિનેત્રીની શોધમાં છે.
આ પણ વાંચો : નહીં અમેરિકા કે નહી રશિયા, ફ્રાંસ પાસેથી રાફેલ ખરીદશે ભારત! ઓપરેશન સિંદૂર બાદ IAFએ કરી આ માંગ












