ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાયબર ખતરાઓ વચ્ચે રોજગારની નવી તક, AI અને ક્લાઉડ નિષ્ણાતોની ભારે માંગ

AI Cloud Security : સતત વધી રહેલા અને વધુ જટિલ બની રહેલા સાયબર એટેકે કંપનીઓને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે ઝડપથી હાયરિંગ (ભરતી) કરવા માટે મજબૂર કરી દીધી છે. હવે કંપનીઓ માત્ર સામાન્ય સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સ જ નહીં, પરંતુ એઆઈ સિક્યોરિટી (AI Security), ક્લાઉડ સિક્યોરિટી અને થ્રેટ ઈન્ટેલિજન્સ જેવા ખાસ કૌશલ્ય ધરાવતા લોકોની શોધમાં છે. છેલ્લા એક વર્ષમાં સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલી હાયરિંગમાં સરેરાશ 15-20 ટકાનો વધારો થયો છે. કંપનીઓ પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની સાથે રોજિંદા કામકાજ માટે એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ પણ વધારી રહી છે.

સાયબર એટેક વધતાં સ્પેશિયાલિસ્ટ્સની માંગ વધી

સતત વધતા સાયબર જોખમો સામે નિપટવા માટે કંપનીઓ પોતાની સાયબર સિક્યોરિટી ટીમને મજબૂત બનાવી રહી છે. એક્સફેનો (Xpheno) ના આંકડા અનુસાર, એક્સેન્ચર, ઈવાય (EY), ટીસીએસ (TCS), પીડબલ્યુસી ઈન્ડિયા (PwC India), આઈડીએફસી ફર્સ્ટ બેંક, ડેલોઈટ, એનટીટી ડેટા, જેપી મોર્ગન ચેઝ, વોલમાર્ટ ગ્લોબલ ટેક ઈન્ડિયા અને વિપ્રો જેવી કંપનીઓ સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલા પ્રોફેશનની મોટાપાયે ભરતી કરી રહી છે. કેરનેટના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સાયબર સિક્યોરિટી હાયરિંગ સરેરાશ 15-20 ટકા વધી છે. કંપનીઓનું ફોકસ હવે માત્ર વધુ લોકોને રાખવા પર નહીં, પરંતુ યોગ્ય અને વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ પર છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

હવે AI અને ક્લાઉડ સમજનારા સાયબર એક્સપર્ટ્સની જરૂર

સાયબર સિક્યોરિટીની નોકરીઓમાં હવે માત્ર સુરક્ષાનું ટેકનિકલ જ્ઞાન પૂરતું માનવામાં આવતું નથી. કંપનીઓ એવા પ્રોફેશન્સ ઈચ્છે છે જેઓ સાયબર સિક્યોરિટીની સાથે AI, ક્લાઉડ અને બિઝનેસની સમજ પણ ધરાવતા હોય. Deloitte ના જણાવ્યા અનુસાર, AI એ સાયબર જોખમોની સ્પીડ વધારી દીધી છે અને જે હુમલા પહેલા દિવસો, અઠવાડિયા કે મહિનાઓ લેતા હતા, તે હવે ફ્રન્ટિયર AI મોડલ્સની મદદથી ખૂબ જ ઓછા સમયમાં થઈ શકે છે. Accenture ના ગ્લોબલ રિસર્ચ અનુસાર, 2020 પછીથી AI સાથે જોડાયેલી સાયબર સિક્યોરિટી સ્કિલ્સની માંગ 2.5 ગણી વધી છે.

નોકરીની સાથે સેલેરી પર પણ દેખાઈ રહી છે અસર

સાયબર સિક્યોરિટીમાં વધી રહેલી સ્પેશિયલાઇઝેશન (વિશેષજ્ઞતા) ની અસર પ્રોફેશન્સના પગાર પર પણ જોવા મળી રહી છે. Michael Page ના જણાવ્યા મુજબ, સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલી હાયરિંગ જરૂરિયાતો વાર્ષિક ધોરણે 18% વધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સની સેલેરી 25-30 લાખ રૂપિયાથી શરૂ થઈને 1.2-1.3 કરોડ રૂપિયા કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ, ક્લાઉડ સિક્યોરિટી, સાયબર આર્કિટેક્ચર અને AI સિક્યોરિટી જેવી ખાસ સ્કિલ્સ ધરાવતા ઉમેદવારો 25-35% સુધીનો સેલેરી ગ્રોથ મેળવી શકે છે. ભારે માંગના કારણે ઘણા ઉમેદવારો પાસે એક કરતાં વધુ જોબ ઓફર્સ પણ ઉપલબ્ધ છે.

કંપનીઓ હાયરિંગની સાથે કર્મચારીઓને પણ કરી રહી છે તૈયાર

સાયબર સિક્યોરિટી ટલેન્ટની અછતને ધ્યાનમાં રાખીને કંપનીઓ માત્ર નવા લોકોને નોકરી પર રાખવા પર નિર્ભર નથી. Infosys દ્વારા AI, ઓટોમેશન, એનાલિટિક્સ અને પ્લેટફોર્મ એન્જિનિયરિંગમાં અનુભવ ધરાવતા લોકોની ભરતી કરવામાં આવી રહી છે, સાથે જ વર્તમાન કર્મચારીઓને નવી સ્કિલ્સ શીખવવા અને તેમને અપસ્કિલ કરવા પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. નવા કેમ્પસથી આવતા કર્મચારીઓ માટે પણ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચલાવવામાં આવી રહ્યા છે. Deloitte પણ મેટ્રો શહેરો બહારથી ટેલેન્ટ શોધવા સહિતના અનેક પગલાં લીધા છે. Xpheno ના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સાયબર સિક્યોરિટીમાં હાયરિંગ વધુ સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ્સ પર કેન્દ્રિત થઈ શકે છે, જ્યાં પ્રોફેશનલ્સ AI નો ઉપયોગ કરીને સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર, શુભમન ગિલ સંપૂર્ણ ફિટ

આ પણ વાંચો:કોમનવેલ્થ મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

Back to top button