કોમનવેલ્થ મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
Commonwealth Games 2026- સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીતવામાં સફળતા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9ઓગસ્ટે પીએમ આવાસ પર આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા તમામ મેડલિસ્ટ્સ સાથે મુલાકાત કરી હતી, સાથે જ તેમને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ પણ શેર કરી હતી જેમાં તેમણે કહ્યું કે “જે રમશે તે ખીલશે” (જો ખેલેગા વો ખિલેગા). ભારતીય ટુકડીએ આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ (કાંસ્ય) મેડલ જીતવામાં સફળતા મેળવી હતી, જેના દમ પર મેડલ ટેલીમાં ચોથા નંબરે રહીને ટુર્નામેન્ટ સમાપ્ત કરી હતી.
હંમેશા દેશનો ઉત્સાહ વધારતા રહો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા એથ્લેટ્સ સાથેની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર જે રીલ શેર કરી, તેમાં તેમણે કહ્યું કે “જે રમશે, તે ખીલશે. હંમેશા દેશનો ઉત્સાહ વધારતા રહો.” આ પછી પીએમ મોદીએ ‘ભારત માતા કી જય’નો નારો લગાવ્યો, જેને તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ દોહરાવ્યો હતો. આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનારી મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયોને હોસ્ટ કર્યો હતો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે, “નમસ્તે મિત્રો, આજે PM સર દ્વારા કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ્સને બોલાવવામાં આવ્યા છે અને આપણને સૌને ખૂબ જ ગૌરવ અનુભવાઈ રહ્યું છે.”
View this post on Instagram
બોક્સિંગમાં આ વખતે સૌથી વધુ 10 મેડલ જીત્યા
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું બોક્સિંગની વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં કુલ 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત 10 મેડલ જીતવામાં સફળતા મળી હતી. એથ્લેટિક્સમાં ભારતના ખાતામાં કુલ 10 મેડલ આવ્યા, જેમાં ગુલવીર સિંહે બે અલગ-અલગ ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા હતા. આ સિવાય વેઈટલિફ્ટિંગમાંથી 8, પેરા એથ્લેટિક્સમાંથી 6, જુડોમાંથી 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીતવામાં સફળતા મળી હતી. પ્રથમ વખત ભારત તરફથી કોમનવેલ્થ ગેમ્સમાં જુડોની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં પણ સફળતા મળી હતી. હવે તમામની નજર જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સ પર ટકેલી છે, જ્યાં ભારતીય એથ્લેટ્સ પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:‘3-4 લગ્ન કરવા હવે નોર્મલ છે’, 2 વાર છૂટાછેડાનું દર્દ ભોગવી ચૂકેલી રાખી સાવંતનું નિવેદન
આ પણ વાંચો:સર્જરી વચ્ચે અચાનક ગાવા લાગ્યા સોનુ નિગમ, વીડિયો થયો વાયરલ












