ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ટ્રેનોમાં આગની ઘટનાઓ પાછળ કાવતરાની શંકા, RPF હાઈ એલર્ટ પર

RPF on high alert:   દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રેનોમાં આગ લાગવાની અને ધુમાડો નીકળવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે રેલવે તંત્રમાં ચિંતા વધી ગઈ છે.ભારતીય રેલ્વેને પ્રાથમિક તપાસમાં આશંકા છે કે આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી પરંતુ શરારતી અને ગુનાહિત પ્રવૃત્તિઓનો ભાગ હોઈ શકે છે. આ મામલાને ગંભીરતાથી લઈને રેલવે પ્રશાસને RPF સહિતની એજન્સીઓને તપાસના આદેશ આપ્યા છે.

તાજેતરની ઘટના હાવડા રેલ્વે સ્ટેશન પર ઉભેલી મિથિલા એક્સપ્રેસસાથે જોડાયેલી છે. ટ્રેનના એક કોચમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો. તપાસ દરમિયાન કોચમાંથી પેટ્રોલથી ભીંજાયેલ અર્ધસળગેલું કપડું મળી આવ્યું હતું, જેના કારણે કાવતરાની શંકા વધુ ગાઢ બની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પહેલા ઇન્દોર જોધપુર એક્સપ્રેસના B1 કોચમાં અમરપુરા સ્ટેશન નજીક ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી. રેલવેના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપયોગમાં લેવાયેલા લિનેન અને બેડરોલ પર સળગતી સિગારેટ અથવા જ્વલનશીલ વસ્તુ ફેંકી હતી. જોકે રેલવે કર્મચારીઓએ સમયસર સ્થિતિ કાબૂમાં લીધી હતી, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.

સોમવારે Sasaram railway station પર પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. સાસારામથી આરા થઈને પટના જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી જતા પ્લેટફોર્મ અને ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સવારે લગભગ 6 વાગ્યે બનેલી આ ઘટનામાં ટ્રેનની એક બોગી સંપૂર્ણ રીતે બળી ગઈ હતી. બાદમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોગીને ટ્રેનથી અલગ કરવામાં આવી હતી.

રેલવે અધિકારીઓનું માનવું છે કે કેટલાક અસામાજિક તત્વો મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકી રેલવે વ્યવસ્થામાં ભય અને અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત વધી રહેલી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને RPF ને હાઈ એલર્ટ પર રહેવા તેમજ સ્ટેશન અને ટ્રેનોમાં સુરક્ષા અને નજરદારી વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રેલવે પ્રશાસનનું કહેવું છે કે દોષિતોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button