ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કોલંબિયા: રાષ્ટ્ર પ્રમખ પદના ઉમેદવારના માથામાં ગોળી મારી દીધી, ચૂંટણી રેલી દરમ્યાન અજાણ્યા શખ્સે કર્યો હુમલો

બોગોટા: કોલંબિયામાં રાષ્ટ્ર પ્રમુખ પદના સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બેને ગોળી વાગી છે. સેનેટર રહેલા મિગુએલ ઉરીબે ટર્બે પણ આગામી વર્ષની રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણી માટે સંભવિત ઉમેદવાર છે. શનિવારે તેઓ બોગોટામાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા ત્યારે તેમના માથામાં ગોળી વાગી હતી. આનાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માથામાં પાછળથી ગોળી વાગી છે

ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીએ એક નિવેદન જારી કરીને તેને ક્રૂર હિંસા ગણાવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ એક અસ્વીકાર્ય કૃત્ય છે. તેમની પાર્ટીએ કહ્યું કે હુમલો ફોન્ટીબોન પડોશના એક પાર્કમાં થયો હતો, જ્યારે સશસ્ત્ર હુમલાખોરોએ તેમને પાછળથી ગોળી વાગી હતી.

શંકાસ્પદ શૂટરની ધરપકડ

બોગોટાના મેયર કાર્લોસ ગાલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે શંકાસ્પદ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ અને પોલીસ ટીમો સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આવતા વર્ષે મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે

અહીં ઉલ્લેખનિય છે કે, કોલંબિયામાં મે 2026 માં રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. મિગુએલ ઉરીબે ટર્બેને સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માનવામાં આવે છે. આ માટે તેઓ દેશભરમાં ચૂંટણી રેલીઓ પણ કરી રહ્યા છે.

ગયા વર્ષે પોતાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા

મિગુએલ ઉરીબે ટર્બે એક અગ્રણી કોલંબિયાના રાજકારણી અને ડેમોક્રેટિક સેન્ટર પાર્ટી (સેન્ટ્રો ડેમોક્રેટિકો) ના સભ્ય છે જેમણે 2024 માં કોલંબિયાના રાષ્ટ્ર પ્રમુખ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેઓ એક યુવાન અને ગતિશીલ નેતા તરીકે જાણીતા છે જેમની રાજકીય કારકિર્દી ઝડપથી આગળ વધી છે.

આ પણ વાંચો: મણિપુરમાં ફરી ભડકી હિંસા, મેઈતેઈ નેતાઓએ હંગામો મચાવ્યો, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Back to top button