ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ: રિવોલ્વર સાફ કરતા અચાનક ફાયરિંગ થયું, PSI સહિત બે ઈજાગ્રસ્ત

રાજકોટ 31 માર્ચ 2026: શહેરના પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પર એક ગંભીર મિસફાયરની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી રોડ પર આવેલા ‘સમન્વય એપાર્ટમેન્ટ’માં રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક ફાયરિંગ થતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાં શહેરના સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા PSI અને એક મહિલાનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ પોતાના ઘરે રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ હતી. આ અકસ્માતમાં પીએસઆઈ પોતે અને ત્યાં હાજર અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે. ગોળીબારનો અવાજ સાંભળતા જ ફ્લેટના અન્ય રહીશોમાં ફાળ પડી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સમન્વય એપાર્ટમેન્ટ ખાતે દોડી ગયો હતો. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે કે આ મિસફાયર કેવી રીતે થયું.

આ પણ વાંચો: પતિથી છુટકારો મેળવવા માગતી હતી, મહિલાએ ખુદનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કર્યો

Back to top button