ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CJIએ પોતાના નિવેદન પર આપી સ્પષ્ટતા, કહ્યું – ‘મને યુવાનો પર ગર્વ છે, નકલી ડિગ્રી ધારકોને પરજીવી કહ્યું હતું’

CJI clarification: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે કોકરોચ અને પરજીવી અંગે આપેલા નિવેદન પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેઓ એવા લોકો વિશે બોલ્યા હતા, જે નકલી ડિગ્રીના આધારે પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પ્રવેશી ગયા છે અને ઈમાનદાર યુવાનોનો હક છીનવી રહ્યા છે.

CJI દ્વારા જારી કરાયેલા નિવેદનમાં શું કહેવામાં આવ્યું હતું?

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું, “મીડિયાના કેટલાક વર્ગોએ મારી વાતને ખોટી રીતે રજૂ કરી છે. મેં દેશના યુવાનોની ટીકા કરી નહોતી. હું એવા લોકો વિશે બોલ્યો હતો, જે નકલી ડિગ્રીના આધારે વકીલાત, મીડિયા સહિત અન્ય પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પ્રવેશી ગયા છે. મેં આવા લોકોને સમાજ માટે પરજીવી ગણાવ્યા હતા. મને ભારતની યુવા પેઢી પર ગર્વ છે અને હું યુવાનોને દેશની સાચી શક્તિ માનું છું. દરેક યુવાન મને પ્રેરણા આપે છે.”

ધ્યાન આપવા જેવી વાત એ છે કે શુક્રવાર, 15 મેના રોજ થયેલી એક સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત એક અરજદાર પર નારાજ થયા હતા, જેણે પોતાને વરિષ્ઠ વકીલનો દરજ્જો ન મળવાની ફરિયાદ કરી હતી. અરજદાર વકીલને ફટકાર લગાવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે વરિષ્ઠ વકીલનું પદ કોઈ સુશોભનની વસ્તુ નથી, જેને કોર્ટ પાસે માંગવામાં આવે. આ દરમિયાન તેમણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પણ ટીકા કરતાં જણાવ્યું હતું કે સંસ્થા નકલી ડિગ્રીના આધારે વકીલાત ક્ષેત્રમાં પ્રવેશી ગયેલા લોકોની યોગ્ય તપાસ કરતી નથી.

આ બાદ મુખ્ય ન્યાયાધીશે કરેલી ટિપ્પણીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, “સમાજમાં કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે. જ્યારે તેમને નોકરી મળતી નથી અથવા કોઈ વ્યવસાયમાં સ્થાન મળતું નથી, ત્યારે તેઓ મીડિયા, સોશિયલ મીડિયા, RTI એક્ટિવિસ્ટ કે અન્ય એક્ટિવિસ્ટ બની જાય છે. ત્યારબાદ તેમનું કામ દરેક પર હુમલો કરવાનું બની જાય છે.”

મુખ્ય ન્યાયાધીશના આ નિવેદનને બેરોજગાર યુવાનો અને સામાજિક કાર્યકરોનું અપમાન ગણાવી અનેક લોકો દ્વારા તેની નિંદા કરવામાં આવી રહી હતી. હવે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમણે ક્યારેય યુવાનોની ટીકા કરી નથી અને તેમને દેશની યુવા પેઢી પર ગર્વ છે. મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું કે તેઓ વર્તમાન અને ભાવિ યુવા પેઢીને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે માને છે.

આ પણ વાંચો: Video Viral: સરકારી ગાડી છોડીને અચાનક ઘોડાગાડી પર સવાર થઈને આવ્યા કેબિનેટ મંત્રી

Back to top button