ટ્રેન્ડિંગયુટિલીટી

આધાર કાર્ડમાં સરનામું બદલવું હવે બન્યું સરળ, ઘરે બેઠા ઓનલાઈન કરો અપડેટ

Aadhaar Update: બેંકમાં નવું ખાતું ખોલાવવું હોય, કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવો હોય કે પછી નવું સિમ કાર્ડ ખરીદવું હોય દરેક જગ્યાએ સૌથી પહેલાં આધાર કાર્ડ જ માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તાજેતરમાં નવું મકાન બદલ્યું હોય કે નોકરીના સંદર્ભમાં અન્ય શહેરમાં શિફ્ટ થયા હોવ, તો આધાર કાર્ડમાં જૂનું સરનામું હોવું તમારા માટે બિનજરૂરી માથાનો દુખાવો બની શકે છે.

ખાસ કરીને જ્યારે બેંકિંગ અથવા કોઈ સરકારી કામકાજ માટે દસ્તાવેજોનું વેરિફિકેશન થાય છે, ત્યારે જો આધાર કાર્ડનું સરનામું બાકીના પુરાવાઓ સાથે મેળ ન ખાતું હોય તો આગળની પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે. પરંતુ રાહતની વાત એ છે કે હવે આધાર કાર્ડમાં નવું સરનામું અપડેટ કરાવવું પહેલાં જેટલું મુશ્કેલ નથી રહ્યું. આ માટે તમારે આધાર સેવા કેન્દ્રની બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોન કે લેપટોપની મદદથી ઘરે બેઠા જ આ કામ સરળતાથી પૂરું કરી શકો છો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

લાઈનમાં ઊભા રહ્યા વગર આ રીતે કરો ઓનલાઈન ફેરફાર

આધારમાં નવું સરનામું ઉમેરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે

સૌથી પહેલાં તમારા બ્રાઉઝરમાં myAadhaar નું સત્તાવાર પોર્ટલ (myaadhaar.uidai.gov.in) ખોલો.

વેબસાઇટ પર તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો.

ત્યારબાદ આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP દાખલ કરીને પોર્ટલમાં લોગિન કરો.

લોગિન કર્યા પછી સ્ક્રીન પર ‘Address Update’ નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરીને ‘Update Aadhaar using your documents’ પસંદ કરો.

અહીં તમારું હાલનું સરનામું દેખાશે. પેજને નીચે સ્ક્રોલ કરીને તમારું નવું સરનામું, રાજ્ય, જિલ્લો, શહેર અને પિન કોડ જેવી વિગતો સાચી રીતે ભરો.

કયા દસ્તાવેજો માન્ય ગણાશે?

નવું સરનામું દાખલ કરવાની સાથે જ તે સરનામાની પુષ્ટિ કરતો કોઈપણ એક માન્ય દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે. આ માટે તમે તમારા નામે રહેલું લાઈટ બિલ, બેંક સ્ટેટમેન્ટ, રેન્ટ એગ્રીમેન્ટ, પાસપોર્ટ અથવા વોટર આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

જો નવા શહેરમાં તમારા નામે તાત્કાલિક કોઈ એડ્રેસ પ્રૂફ ન બન્યું હોય, તો તમે ‘હેડ ઓફ ફેમિલી’ (HoF) નો વિકલ્પ પસંદ કરી શકો છો. જેમાં પરિવારના વડાનો આધાર નંબર અને તેમની સાથેના સંબંધનો પુરાવો આપીને પણ સરનામું અપડેટ કરાવી શકાય છે. ફોર્મ સબમિટ કરતાં જ સ્ક્રીન પર 14 અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) જનરેટ થશે. આ નંબર સાચવીને રાખવો, જેથી પાછળથી એપ્લિકેશનનું સ્ટેટસ ટ્રેક કરી શકાય.

આ પણ વાંચો :કોલંબો ટેસ્ટમાં ભારતને મોટો ઝટકો, રિષભ પંત રિટાયર્ડ હર્ટ

14 જૂન 2027 સુધી આ સુવિધા સંપૂર્ણપણે મફત

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે અપલોડ કરવામાં આવતા દસ્તાવેજની ઈમેજ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. ઝાંખા કે અસ્પષ્ટ દસ્તાવેજ અપલોડ કરવાથી રિક્વેસ્ટ રિજેક્ટ થઈ શકે છે. માન્ય પુરાવા હોય તો તમે ગમે ત્યારે આધારમાં સરનામું બદલી શકો છો.

સરનામું બદલ્યા વગર માત્ર જૂના દસ્તાવેજોનું ફરીથી વેરિફિકેશન (રી-વેલિડેશન) કરાવવું 14 જૂન 2027 સુધી સંપૂર્ણપણે મફત છે. જ્યારે આધારમાં નવું સરનામું અપડેટ કરાવવા માટે ₹75 ની નજીવી ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે.

આ પણ વાંચો :ખાંડના ભાવે ચાની ચૂસ્કી મોંઘી, રાજકોટમાં 1 સપ્ટેમ્બરથી નવા ભાવ જાહેર થશે

Back to top button