કોલંબો ટેસ્ટમાં ભારતને મોટો ઝટકો, રિષભ પંત રિટાયર્ડ હર્ટ
India vs sri lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો અને અંતિમ મુકાબલો કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાઈ રહ્યો છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને વિલંબ કર્યા વગર પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, દિવસના અંતિમ સત્રની શરૂઆત થતાં જ ત્રણ રનના અંગત સ્કોર પર રમી રહેલા ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત શોટ રમવાના પ્રયાસમાં પોતાના કાંડામાં ઈજા પહોંચાડી બેઠા હતા. ત્યારબાદ તેઓ ભારે દર્દમાં જોવા મળ્યા હતા અને ફિઝિયો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાન છોડવાનો નિર્ણય કર્યો હતો.
લાહિરુ કુમારાના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં પંત ઈજાગ્રસ્ત
કોલંબો ટેસ્ટના પ્રથમ દિવસના અંતિમ સત્રની શરૂઆતમાં દેવદત્ત પડિક્કલ સાથે ઋષભ પંત બેટિંગ કરી રહ્યા હતા, જ્યાં તેમણે પોતાની ઇનિંગ્સની શરૂઆત જ કરી હતી. ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સની 58મી ઓવરના પહેલા બોલ પર શ્રીલંકન ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ શોર્ટ બોલ ફેંક્યો હતો, જેના પર પંતે પુલ શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ બોલ સાથે બેટનો સંપર્ક સાધી શક્યા નહીં. બોલ સીધો તેમના કાંડા પર વાગ્યો અને લેગ સાઈડમાં વિકેટકીપર તરફ જતો રહ્યો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બોલ કાંડાના હાડકા પર વાગવાને કારણે ત્યાં સોજો આવી ગયો હતો અને પંત અતિશય પીડા અનુભવી રહ્યા હતા. સોજો ઘટાડવા માટે ફિઝિયો તાત્કાલિક આઈસ પેક લઈને મેદાન પર દોડી આવ્યા હતા. લાંબો સમય રમત અટક્યા બાદ પંતના કાંડા પર થોડા સમય માટે ટેપ લગાવવામાં આવી અને પછી હટાવી લેવાઈ. આખરે ફિલ્ડ અમ્પાયર સાથે વાતચીત કર્યા બાદ પંતે રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફરવાનો નિર્ણય લીધો હતો. પંતે પોતાની આ ઇનિંગ્સમાં 15 બોલનો સામનો કરીને ત્રણ રન બનાવ્યા હતા.
Rishabh Pant walks off after sustaining a wrist injury. 💔
Hoping he comes back strong, just like the last time. IYKYK 😮💨 pic.twitter.com/NcTOuOer60
— Delhi Capitals (@DelhiCapitals) August 23, 2026
આ પણ વાંચો :ધોળકામાં લોકો ત્રાહિમામ : ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનોમાં આક્રોશ, તો મુખ્ય રોડ પર ખાડા રાજ
કેપ્ટન ગિલના બેટમાંથી મળી અડધી સદીની ઇનિંગ્સ
કોલંબો ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના બંને ઓપનિંગ બેટ્સમેનો કે.એલ. રાહુલ અને યશસ્વી જાયસ્વાલ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં રાહુલ 18 રને જ્યારે જાયસ્વાલ 45 રનના અંગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા.
ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે દેવદત્ત પડિક્કલ સાથે મળીને માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં, પરંતુ એક વિશાળ સ્કોરનો પાયો પણ નાખ્યો હતો. ગિલ અને પડિક્કલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 120 રનની મજબૂત ભાગીદારી જોવા મળી હતી. કેપ્ટન ગિલ પ્રથમ ઇનિંગ્સમાં પોતાની ફિફ્ટી (અડધી સદી) પૂરી કર્યા બાદ આઉટ થઈ ગયા હતા.
ભારતીય ટીમ આ ટેસ્ટમાં એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે, જેમાં કુલદીપ યાદવ બીમાર હોવાના કારણે તેમના સ્થાને સારાંશ જૈનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.












