અમદાવાદગુજરાતટ્રેન્ડિંગવિશેષ

રથયાત્રા નિમિત્તે બી.આર.ટી.એસ. રૂટોમાં ફેરફાર, જાણો તમારા રૂટ વિશે

અમદાવાદ, 25 જૂન, 2025 – Changes in BRTS routes આગામી શુક્રવારને અષાઢી બીજના દિવસે શહેરમાં નિકળનાર રથયાત્રા સંદર્ભે બીઆરટીએસના કેટલાક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો અમુક રૂટ એક દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ અંગે જારી એક યાદી અનુસાર, તા.૨૭/૦૬/૨૦૨૫, શુક્રવારના રોજ અમદાવાદ શહેરમાં જમાલપુરથી નિકળનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે એક દિવસ પૂરતું બી.આર.ટી.એસ.ના રૂટોમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવનાર છે.

  • નીચે મુજબના રૂટો બંધ કરવાના રહેશે.
૧. આર.ટી.ઓ. સરક્યુલર (રૂટ નં. ૧૦૧)

  • નીચે મુજબના રૂટોમાં આંશિક રીતે ફેરફાર રહેશે.
૧. એસ.પી રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ (રૂટ નં. ૦૨) ના બદલે

·         ઇસ્કોન ક્રોસ રોડ થી લો ગાર્ડન.

૩. મણિનગર થી ગોતા વસંતનગર ટાઉનશીપ (રૂટ નં. ૦૯) ના બદલે

·         ગોતા વસંતનગર ટાઉનશીપ થી એલ.ડી. કોલેજ.

૨. ભાડજ સર્કલ થી નરોડા ગામ (રૂટ નં. ૦૮) ના બદલે

·         ભાડજ સર્કલ થી સરકારી લીથો પ્રેસ (કેબિન).

૪. ઓઢવ એસ.પી. રીંગ રોડ થી એલ.ડી. એન્જી. કોલેજ (રૂટ નં. ૧૧) ના બદલે

·         ઓઢવ એસ.પી. રીંગ રોડ થી આસ્ટોડીયા દરવાજા.

  • નીચેના રૂટો રાબેતા મુજબ ચાલુ રહેશે.
૧. મણિનગર થી ઘુમા ગામ (રૂટ નં. ૦૧) ૭. આર.ટી.ઓ. સર્કલ થી રબારી કોલોની (રૂટ નં. ૧૨)
૨. આર.ટી.ઓ. સર્કલ થી મણિનગર (રૂટ નં. ૦૩) ૮. સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા (રૂટ નં. ૧૪)
૩. એલ. ડી. એન્જી કોલેજ થી ઝુંડાલ સર્કલ / અંબા ટાઉનશીપ (રૂટ નં. ૦૪) ૯. ઇસ્કોન ક્રોસ રોડ થી આર.ટી.ઓ. સર્કલ/ એરપોર્ટ

(રૂટ નં. ૧૫)

૪. વાસણા થી હંસપુરા રીંગ રોડ (રૂટ નં. ૦૫) ૧૦. સાણંદ સર્કલ થી નહેરુનગર (રૂટ નં. ૧૬)
૫. નારોલ થી નરોડા એસ.ટી. વર્કશોપ (રૂટ નં. ૦૬) ૧૧. સાઉથ બોપલ ટર્મિનસ થી નહેરુનગર (રૂટ નં. ૧૭)
૬. નારોલ થી સારંગપુર દરવાજા અને

ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન (રૂટ નં. ૦૭)

  • નીચેના જણાવેલ બી.આર.ટી.એસ. સ્ટેશન/કેબીન ઉપર બસ ઓપરેશન બંધ રહેશે.
૧. દિલ્હી દરવાજા ૭. રાયખડ ચાર રસ્તા ૧૩. અશોક મિલ
૨. પ્રેમ દરવાજા ૮. લોકમાન્ય તિલક બાગ ૧૪. નરોડા ફ્રુટ માર્કેટ
૩. કાલુપુર ઘી બજાર ૯ એમ.જે. લાયબ્રેરી ૧૫. મેમ્કો ક્રોસ રોડ
૪. કાલુપુર રેલ્વે સ્ટેશન ૧૦. જી.સી.એસ. હોસ્પીટલ ૧૬. મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ
૫. આસ્ટોડીયા ચકલા ૧૧. અરવિંદ મિલ ૧૭. સૈજપુર ટાવર
૬. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ૧૨. જીનીંગ પ્રેસ ૧૮. નરોડા એસ.ટી. વર્કશોપ કેબિન
Back to top button