ટ્રેન્ડિંગનેશનલ

હવે વૃદ્ધ માતા-પિતાની સેવા માટે મળશે 30 દિવસની રજાઃ કેન્દ્રીય મંત્રીએ જણાવી વિગત

નવી દિલ્હીઃ 24 જુલાઈ, 2025: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ગુરૂવારે (24 જુલાઈ) રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ સેવા નિયમો હેઠળ 30 દિવસની પેઇડ લીવ મેળવવાના હકદાર છે, જેનો તેઓ વૃદ્ધ માતાપિતાની સંભાળ સહિત વ્યક્તિગત કારણોસર લાભ લઈ શકે છે. તેમણે આ માહિતી રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

કર્મચારીને કેટલી રજા મળશે?

તેમણે કહ્યું કે, કેન્દ્રીય કર્મચારીને સિવિલ સેવા (લીવ) નિયમ, 1972 હેઠળ, કેન્દ્ર સરકારના કર્મચારીને દર વર્ષે 30 દિવસની પેઇડ લીવ, 20 અર્ધ વેતન રજા, આઠ દિવસની કેઝ્યુઅલ લીવ અને બે દિવસની અન્ય રજા મળવાપાત્ર છે.

વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે મળશે રજા

ડૉ. સિંહે કહ્યું કે, “આ બધી રજાઓ વ્યક્તિગત કારણોસર લઈ શકાય છે, જેમાં વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાનો પણ સમાવેશ થાય છે.”

નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રીને રાજ્યસભામાં પૂછવામાં આવ્યું હતું કે, શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વૃદ્ધ માતાપિતાની સંભાળ રાખવા માટે ખાસ રજાની જોગવાઈ છે? જેના જવાબ રૂપે તેમણે આ વિગત આપી હતી.

આ પણ વાંચોઃ સાવરકર પર ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન

આ પણ વાંચોઃ પ્રશાંત કિશોર સહિત 2000 લોકો પર FIR દાખલ, પટનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થઈ હતી અથડામણ

Back to top button