સાવરકર પર ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન

મહારાષ્ટ્રઃ 24 જુલાઈ, 2025: Rahul Gandhi Bail Granted: મહારાષ્ટ્રની નાસિકની એક કોર્ટે વિનાયક દામોદર સાવરકર પર ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં ખુદને નિર્દોષ જણાવ્યા હતા.
કોર્ટે આપી જામીન
ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના અકોલામાં વીર સાવરકર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવા માટેકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં હવે કોર્ટે તેમને જામીન આપી દીધા છે.
રાહુલ ગાંધી પર આરોપ
રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવાની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના અકોલામાં જાહેર મંચ પરથી વીર સાવરકર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આરોપ છે કે સમાજમાં નફરત ફેલાવવાના ઈરાદાથી આ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ સાવરકર પર આ આરોપ લગાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે અકોલામાં સાવરકર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે અંગ્રેજોની મદદ કરી હતી. રાહુલે આરોપ લગાવ્યો કે જેલમાં રહીને સાવરકરે મહાત્મા ગાંધી અને અન્ય સમકાલીન નેતાઓ સાથે ડરીને માફીપત્ર પર સહી કરીને વિશ્વાસઘાત કર્યો હતો. રાહુલ ગાંધી આ પહેલા પણ ઘણી વખત સાવરકર પર નિશાન સાધી ચૂક્યા છે. અકોલામાં રાહુલની ટિપ્પણી બાદ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું.
આ પણ વાંચોઃ પ્રશાંત કિશોર સહિત 2000 લોકો પર FIR દાખલ, પટનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થઈ હતી અથડામણ
આ પણ વાંચોઃ રાજકોટમાંથી ઝડપાયું આધારકાર્ડ સાથે છેડછાડ કરવાનું કૌભાંડ, 6 શખસોની ધરપકડ












