ગુજરાતટોપ ન્યૂઝ

LRDની ભરતી માટે કેટેગરી પ્રમાણે કટ-ઓફ જાહેર, 13,733 જગ્યા માટે 18,322 ઉમેદવારો ક્વોલિફાઈડ

LRD Result 2026 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની ભરતી પ્રક્રિયા માટે કેટેગરી પ્રમાણે કટ-ઓફ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ ઉમેરવારોની યાદી જાહેર કરાઈ છે. ભરતી બોર્ડ દ્વારા કુલ 12,733 ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે.

 

આ દરમિયાન લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ-A અને પાર્ટ-Bમાં અલગ-અલગ 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો તેમજ તેમજ 40% ગુણ મેળવનાર તમામ માજી સૈનિક ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદીમાં સામેલ કરાયા છે. આ ખાલી જગ્યા માટે સામાન્ય કેટેગરીમાં બે ગણા અને અનામત કેટેગરીમાં એક ગણા, તેમજ માજી સૈનિકમાં પણ બે ગણા ઉમેદવારોને વેરિફિકેશન માટે બોલાવાયા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ભરતી માટે રમતગમત, NCC સહિતના ગુણ ગણાયા

 

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તૈયાર કરાયેલી યાદીમાં લેખિત પરીક્ષાના ગુણ સાથે નિયમ મુજબ વધારાના ગુણ પર ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જેમાં રમત-ગમત, વિધવા, NCC ‘C’ સર્ટિફિકેટ તેમજ રક્ષાશક્તિ/ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા  નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડિગ્રી/ ડિપ્લોમાના ગુણનો સમાવેશ થાય છે. જો ઉમેદવાર પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન વધારાના ગુણનું સર્ટિફિકેટ નહીં હોય તો તે વધારાના ગુણ રદ કરાશે,

ગેરલાયક જણાતા ઉમેદવારો થશે રદ્દ

 

ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર ગેરલાય હોવાનું જણાશે અથવા તો યાંત્રીક, ક્લેરિકલ કે અન્ય કોઈ ભૂલના કારણે લાય ગણાયો હોવાનું બહાર આવશે તો તેની ઉમેદવારી રદ્દ કરાઈ શકે છે. લેખિત પરીક્ષા સમયે લેવાયેલા CCTV કેમેરાના રેકોર્ડિંગની ચકાસણીની કાર્યવાહી ચાલુ હોવાનું બોર્ડે જણાવ્યું છે. જો કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરાશે. તેમજ ઉમેદવારોના મૂળ ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્રોની ચકાસણી બાદ ભરતી નિયમો મુજબ આગળની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.

આ પણ વાંચો : જાણો કેમ થાય છે ડોપ ટેસ્ટ? નશાના કેટલા દિવસ સુધી મેળવી શકાય છે માહિતી

Back to top button