ટ્રેન્ડિંગમનોરંજન

‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ફિલ્મનો BTS વીડિયો થયો વાયરલ, લોકો રહી ગયા દંગ

બોક્સ ઓફિસ પર હાલ ધૂમ મચાવી રહેલી જેમ્સ કેમેરોનની ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર‘ વર્ષ 2022માં રિલીઝ થનારી હોલીવુડની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક ફિલ્મ છે. કારણ કે, ‘અવતાર’ના ચાહકો છેલ્લા 13 વર્ષથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ‘અવતાર 2’ બનાવવામાં જેમ્સ કેમરને જે મહેનત કરવી પડી હતી, આ પડદા પાછળની મેહનતનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. ફિલ્મના મેકર્સે ચાહકોને 13 વર્ષ પહેલા કરવામાં આવેલી મહેનત એટલે કે ‘અવતાર’ના શૂટિંગને જોવાનો મોકો આપ્યો છે. ફિલ્મનું શૂટિંગ કરતી વખતે ડિરેક્ટર અને તેની ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેની એક ઝલક તેઓએ તેમનો BTS એટલે કે બિહાઈન્ડ ધ સીનનો વીડિયો શેર કરીને બતાવી છે.

આ પણ વાંચો : ‘ઇસ્લામની મજાક નહીં કરવા દઇએ’ કહી કોણે કર્યો ‘પઠાણ’નો વિરોધ

Avatar - Hum Dekhenge News
Avatar – BTS Video

400 મિલિયન ડોલરના બજેટમાં બની છે અવતાર 

વાસ્તવમાં, આ ફિલ્મમાં બતાવવામાં આવેલી પાણીની દુનિયાને ફિલ્માવવા માટે જેમ્સે એ બધું કરવાનું હતું, જે આજ પહેલાં કોઈ ડિરેક્ટરે કર્યું નથી. ‘અવતાર 2’માં બધુ જ એટલી નજીકથી બતાવવામાં આવ્યું છે કે લોકો એક ક્ષણ માટે પણ સ્ક્રીન પરથી નજર હટાવી શકતા નથી. 400 મિલિયન ડોલરના બજેટમાં બનેલી આ ફિલ્મને શૂટ કરવા માટે મેકર્સને ઘણી મેહનત કરવી પડી છે, પરંતુ આ દરમિયાન મેકર્સે ‘અવતાર’ના સીન કેવી રીતે શૂટ કર્યા તેની ઝલક જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. હકીકતમાં, ધ એકેડમીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો BTS વીડિયો શેર કર્યો છે, જેમાં ફિલ્મની ઈકરાના રાઈડ અને ફાઈટ શૂટનો ક્લોઝ-અપ બતાવવામાં આવ્યો છે.

કેવો છે અવતારનો BTS વીડિયો 

BTSનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જેમ્સ કેમેરોનની ‘અવતાર’ના કેટલાક દ્રશ્યોનું શૂટિંગ બતાવવામાં આવ્યું છે. એક દ્રશ્ય એ છે કે જ્યારે ફિલ્મની નાયિકા એટલે કે નાટિરીનું જે પાત્ર ભજવી રહી છે તેને જેક સુલીને તેના એકોર્ન ઉપાડવાનું શીખવી રહી છે, જ્યારે બીજું દ્રશ્ય છે જ્યારે ફિલ્મના નાયક જેક સુલીને પહેલીવાર પાન્ડોરાના જંગલમાં પ્રવેશ કરે છે, તે છે. કેમરૂનની ફિલ્મોની વિશેષતા એ છે કે તેણે પોતાના સ્ટાર્સ અને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા જીવોના ચહેરાના હાવભાવને ખૂબ જ સારી રીતે શૂટ કર્યા છે. જેમ્સે આ તમામ બાબતો કરવા માટે વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ વિડિયો જોઈને લોકોના જેમ્સ કેમરોનના વખાણ કરી રહ્યાં છે.

પહેલા દિવસે જ 38 કરોડનું શાનદાર કલેક્શન

‘અવતાર’નો આ પાછળનો વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ‘અવતાર’ના દિગ્દર્શક અને ફિલ્મ માટે લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મના બીજા એપિસોડના કલેક્શનની વાત કરીએ તો, ‘અવતારઃ ધ વે ઓફ વોટર’એ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી છે. ફિલ્મે પહેલા દિવસે લગભગ 38 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે.

Back to top button