ટ્રેન્ડિંગનેશનલ

BSF જવાનોનો બદલાયો યુનિફોર્મ, હવે શોખ માટે નહીં પહેરી શકાય આવી ડિઝાઇનનો ડ્રેસ

નવી દિલ્હી, 5 જૂન, 2025: BSF Uniform Changed: ઓપરેશન સિંદૂર બાદ BSFના જવાનોને સુરક્ષાને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા કરનારા જવાન હવે એક નવા ડ્રેસ કોડમાં જોવા મળશે. આ નવો ડ્રેસ કોડ સંપૂર્ણપણે ડિજિટલ પેટર્ન પર આધારિત હશે. થોડા સમયમાં બીએસએફનો આ નવો ડ્રેસ બનીને તૈયાર થઈ જશે.

આ યુનિફોર્મમાં અનેક પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો છે. પહેલાના યુનિફોર્મ કરતા આ વધુ આરામદાયક રહેશે. નવા ડ્રેસના રંગમાં પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

BSFનો યુનિફોર્મ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જવાન જલ્દી જ પોતાના નવા ડ્રેસમાં જોવા મળશે. તેમના ડ્રેસમાં રંગોનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં 50 ટકા ખાકી, 45 ટકા લીલો અને 5 ટકા બ્રાઉન રંગનું કોમ્બિનેશન હશે. આ ડ્રેસમાં 80 ટકા કૉટન અને 19 ટકા પૉલિએસ્ટર હશે. જોકે, જૂના ડ્રેસમાં 50 ટકા કૉટન અને 50 ટકા પૉલિએસ્ટર હતું, આ યુનિફોર્મ સંપૂર્ણ રીતે ડિજિટલ પ્રિન્ટ પર આધારિત હશે.

આ ડ્રેસની ખાસ વાત એ છે કે, આ ડ્રેસને BSFએ ખુદ ઇન-હાઉસ ડિઝાઇન કર્યો છ. આ ડ્રેસને ડિઝાઇન કરવામાં અધિકારી એકથી દોઢ વર્ષ સુધીનો સમય લાગ્યો હતો. આ ડ્રેસની એક અન્ય ખાસ વાત એ છે કે, BSFની મંજૂરી વિના પણ વ્યક્તિ આ ડિઝાઇનને કૉપી નહીં કરી શકે, ન તો સીવડાવી શકશે અને ન તો પહેરી શકે છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

દરેક જગ્યાએ ઉપલબ્ધ નહીં હોય ડ્રેસ

હંમેશા ફર્સ્ટ ડિફેન્સ ઓફલાઈન તરીકે ઓળખાતા અને દેશની રક્ષા માટે હંમેશા તત્પર રહેતા BSF સૈનિકો હવે નવા યુનિફોર્મમાં દેશની સરહદોનું રક્ષણ કરતા જોવા મળશે. આ નવો યુનિફોર્મ સૈનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. હવે આ નવો યુનિફોર્મ જૂના યુનિફોર્મની જેમ કોઈપણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ રહેશે નહીં. આ નવા યુનિફોર્મના સપ્લાય અને વિતરણ બંને પર કડક નિયંત્રણ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસમાં આંતરિક ડખો? રાહુલ ગાંધીના ‘નરેન્દ્ર સરેન્ડર’ નિવેદન પર વિદેશી ધરતી પર થરૂરે આપ્યો જવાબ

આ પણ વાંચોઃ ‘જો ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો…’ બેંગલુરૂ નાસભાગ પર ગંભીરની પ્રતિક્રિયા

Back to top button