બ્રિટને ટિરફ પ્રભાવિત કંપનીઓ માટે 26 અબજ ડોલરનું સહાય પેકેજ જાહેર કર્યું

લંડન, 16 એપ્રિલ, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશને ઊંચો લાવવા માટે અનેક દેશો પર ટેરિફ લાદી દીધી છે ત્યારે તેમાંથી રસ્તો કાઢવા માટે વિવિદ દેશો પોતાના પગલાં લઇ રહ્યા છે. તે દ્રષ્ટિએ બ્રિટને પણ અમેરિકાના ટેરિફ સામે વેપારને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને 26 અબજ ડોલરના સહાયતા પેકેજની જાહેરાત કરી છે જેમાં નિકાસકારોને સીધી નાણાકીય મદદનો સમાવેશ થાય છે. આનાથી ટેરિફ પ્રભાવિત કંપનીઓને મદદ મળશે એવી સરકારે આશા રાખી છે.
બ્રિટન સરકારે ગત રવિવારે જાહેરાત કરી હતી કે 89 વસ્તુઓ પર લાગતા ટેરિફને જુલાઇ 2027 સુધી ઘટાડીને શૂન્ય કરી નાખશે. આ વસ્તુઓમાં પાસ્તા,જયૂસ જેવા ખાધ્ય પદાર્થો ઉપરાંત પ્લાસ્ટિક અને બાગબાનીના સામાનનો સમાવેશ થાય છે. શૂલ્ક હટાવવાથી બ્રિટનમાં આયાત થતી વસ્તુઓના દામમાં ઘટાડો થશે. આથી વિભિન્ન કંપનીઓ પરનો બોજ ઓછો થશે. સરકારે ગત સપ્તાહ જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે કાર પર લાગુ પાડેલા વધારાના 25 ટકા જેટલા ટેરિફના જવાબમાં મોટરવાહન ઉધોગ માટે પર્યાવરણ સંબંધી નિયમોમાં છુટછાટ આપશે. આ ઉપરાંત કંપનીઓને સસ્તા દરે લોન પણ આપશે.
નોંધનીય છે કે ટ્રમ્પે 2જી એપ્રિલે યુકેથી આયાત તથા એલ્યુમિનીયમ, સ્ટીલ, વ્હિકલ્સ અને કારના પાર્ટસ પર મહત્તમ 25 ટકા ટેરિફ લાદી હતી. ગત શનિવારે હાઉસ ઓફ લોર્ડ્ઝે ઇમર્જન્સી કાયદાને સમર્થન આપ્યુ હતું. નોંધનીય છે કે યુરોપિયન યુનિયન બાદ અમેરિકા બ્રિટીશ સ્ટીલન નિકાસ માટેનું બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે.
યુકેના વડાપ્રધાન કેઇર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ધૈર્ય રાખો અને અમેરિકા સાથે શ્રેષ્ઠ રીતે વેપાર કરો તેની સાથે અન્ય દેશો સાથે પણ વેપાર અંતરાયો ઘટાડવાનો પ્રયાસ કરો. યુકેએ દેશમાં પ્રવેશતી જે ચીજો પર શૂન્ય ટેરિફ લાદી છે તેમાં પાસ્તા, કેન્ડ પાઇનેપલ્સ, ફ્ર્ટુ જ્યુસ, કોકોનટ ઓઇલ, પ્લાયવુડ અને પ્લાસ્ટિક્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ અમેરિકા ચીન સાથે વાટાઘાટ કરવા તૈયાર, પરંતુ પહેલ ચીનને કરવી પડશે












