ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

અમેરિકા ચીન સાથે વાટાઘાટ કરવા તૈયાર, પરંતુ પહેલ ચીનને કરવી પડશે

વોશિંગ્ટન, 16 એપ્રિલ, 2025: અમેરિકા અને ચીન વચ્ચે અથડામણ જલ્દી ખતમ થવાના અણસાર દેખાતા નથી. America is ready to negotiate with China તાજા ઘટનાક્રમમાં વ્હાઇટ હાઉસે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે વાટાઘાટ કરવા માગે છે, પરંતુ તેના માટે ચીન પહેલ કરવાની રહેશે. ઉપરાંત વધુ એક આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પણ ટ્રમ્પ વહીવટીતંત્રએ નમતુ જોખવા માટે ઇનકાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલીન લેવિટે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના વિચાર સામે સવાલ કરતા જણાવ્યું હતુ કે પ્રમુખ ટ્રમ્પ હજુ પણ કેનેડા પરત્વેના પોતાના વલણમાં દ્રઢ છે.

યુએસનો હિસ્સો બનવાથી કેનેડિયનોને ફાયદો થશે

યુએસ કેનેડાના રાષ્ટ્રીય સંરક્ષણને સબસિડી આપી રહ્યું છે, લેવિટે જણાવ્યું હતું. ટ્રમ્પ માને છે કે યુનાઇટેડ સ્ટેટ્સનું 51મું રાજ્ય બનવાથી કેનેડિયનોને ઘણો ફાયદો થશે… પ્રમુખ ટ્રમ્પનું તેમના વાજબી વેપાર સોદામાં લક્ષ્ય અમેરિકન કામદારોને પ્રથમ સ્થાન આપવાનું છે. ટ્રમ્પ વિશ્વના અનેક દેશો સાથે ડીલને આગળ ધપાવી રહ્યા છે.

વેપાર વાટાઘાટો માટે નિર્ણય લેવાનો હવે ચીનનો વારો છે : અમેરિકા

ટેરિફ યુદ્ધ અને ચીનના કડક વલણને લઈને તણાવ વચ્ચે, યુએસએ કહ્યું કે હવે ચીનને વિચારવાનુ છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ભારતીય સમય અનુસાર મોડી રાત્રે કહ્યું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે વેપાર વાટાઘાટો કરવા માંગે છે. પરંતુ આ માટે ચીને પહેલું પગલું ભરવું પડશે. ચીનને અમેરિકા સાથે વેપાર કરારની જરૂર છે, અમારે નહી. તેમણે કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ચીન સાથે ડીલ માટે તૈયાર છે. લેવિટે કહ્યું કે ઘણા વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે યુએસએ વિવિધ દેશો સાથે અસંખ્ય વાટાઘાટો કરી છે. “અમે 15થી વધુ સોદા કર્યા છે, દરખાસ્તો જે સક્રિય રીતે વિચારવામાં આવી રહી છે. 75થી વધુ દેશોએ અમેરિકાનો સંપર્ક કર્યો છે. તેથી હજી ઘણું કામ કરવાનું બાકી છે… અમે ટૂંક સમયમાં કેટલાક સોદાની જાહેરાત કરીશું.

આ પણ વાંચોઃ ખાલી 99 પૈસામાં 21 એકર જમીન આપી દીધી, આંધ્ર પ્રદેશ સરકાર કેમ TCS પર આટલી મહેરબાન?

Back to top button