કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

બોટાદ : એક કરોડ રૂપિયાના ગાંજાના વાવેતરનો પર્દાફાશ, SMCએ એકને ઝડપી પાડ્યો

બોટાદ, 2 ડિસેમ્બર 2025: ગુજરાતમાં ડ્રગ્સ સામેની કડક કાર્યવાહીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે મોટો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે એસએમસીની ટીમે રવિવારે રાત્રે દરોડો પાડી બે અલગ-અલગ ખેતરોમાંથી ગાંજાના કુલ ૯૩ છોડ ઝડપી પાડ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ એક કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ ખેતરોમાં કપાસ અને અન્ય પાકની વચ્ચે ખૂબ જ કુશળતાથી ગાંજાના છોડ વાવવામાં આવ્યા હતા, જેથી સામાન્ય નજરે ઓળખી શકાય નહીં. ગાંજાના છોડની ઊંચાઈ ૬ થી ૧૦ ફૂટ સુધીની હતી અને તે સંપૂર્ણ પરિપક્વ થવાની તૈયારીમાં હતા. એસએમસીના અધિકારીઓએ જણાવ્યું કે આ છોડનું વાવેતર ગત ચોમાસામાં કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં તેની કાપણી કરી બજારમાં વેચવાની યોજના હતી.

દરોડા દરમિયાન વાવેતર કરનાર મુખ્ય આરોપી રાણપુરના રહેવાસીને ઝડપી લેવાયો છે. તેની પાસેથી ગાંજાના છોડ ઉપરાંત ખેતરમાં વપરાયેલા ખાતર, પાણીની મોટર તથા અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. એસએમસીની ટીમ આરોપીને મુદ્દામાલ સાથે રાણપુર પોલીસ સ્ટેશને સોંપી દીધી છે, જ્યાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચનું કામ લોકોની નાગરિકતા ટેસ્ટ કરવાનું નથી… સુપ્રીમ કોર્ટમાં SIR સુનાવણી પર સિંધવીની ટિપ્પણી

Back to top button