ટ્રેન્ડિંગનેશનલ

‘ગોળી મારી દઇશ, કોઈ બચાવશે પણ નહીં…’ ભાજપ કાર્યકર્તાની રામલીલામાં દરમિયાન ગુંડાગીરી, પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશ: 4 ઓક્ટોબર, 2025: UP Crime: કાનપુરમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના એક નેતા દ્વારા દબંગાઈ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. રામલીલાના કાર્યક્રમ દરમિયાન ડાન્સરો પર રૂપિયા ઉડાવવા અને વિરોધ કરનારને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર પોલીસે આરોપી નેતા અમિતેશ શુક્લાની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાનો 52 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસે તાત્કાલિક પગલાં લીધાં હતાં.

રામલીલામાં દબંગાઈ અને ધમકી

સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભૌંતી ગામમાં આ ઘટના બની, જ્યાં રામલીલાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. BJYM સાથે જોડાયેલા અમિતેશ શુક્લા ત્યાં હાજર હતા.

આરોપ છે કે મંચન દરમિયાન અમિતેશે કલાકારો અને ડાન્સર પર જાહેરમાં રૂપિયા ઉડાવવાનું શરૂ કર્યું હતું, જેનો વીડિયો પણ વાઈરલ થયો છે.જ્યારે રામલીલા સમિતિના સભ્યો અને આયોજકોએ અમિતેશ શુક્લાના આ વર્તન સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે તે રોષે ભરાયો. વાત વણસતા નેતાએ પોતાની કમર પરથી પિસ્તોલ કાઢી અને સમિતિના એક સભ્યના પેટ પર અડાડી દીધી. વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી યુવકને ધમકાવીને “ચટ સે ગોલી મારુંગા, કોઈ બચા નહીં પાએગા” (તુરંત ગોળી મારી દઈશ, કોઈ બચાવી નહીં શકે) તેમ બૂમો પાડી રહ્યો છે.

આ ઘટનાથી રામલીલા જોવા આવેલા લોકોમાં અફરાતફરી અને ડરનું વાતાવરણ સર્જાયું હતું.

વીડિયો વાઈરલ થયા બાદ ધરપકડ

આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા પોલીસ તંત્ર સક્રિય થયું અને તાત્કાલિક ઘટનાની નોંધ લીધી.

એડીસીપી કપિલ દેવે માહિતી આપી હતી કે આરોપી યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી અમિતેશ શુક્લાની પિસ્તોલ સહિત ધરપકડ કરી લીધી છે. હાલ, આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને મામલે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અમિતેશ શુક્લાની ભાજપના ધારાસભ્ય મહેશ ત્રિવેદી સાથેની તસવીરો પણ સામે આવી છે.

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રાઃ કોવિડ પ્રતિબંધ દૂર થયા બાદ રોકડ દાનમાં 100 ગણાનો વધારો, આ વર્ષે 9.75 કરોડ રૂપિયા

આ પણ વાંચોઃ જો ચાલતી કારમાં એન્જિન વધુ ગરમ થાય છે, તો જાણો શું કરવું અને શું ન કરવું

Back to top button