રામ નવમી તથા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષ દ્વારા રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર, 5 એપ્રિલ, 2025: BJP to organized various programs in Gujarat રામ નવમી તથા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષ દ્વારા રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષ આવતીકાલ છ એપ્રિલથી શરૂ કરીને 12 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજશે. આ માટે ટોચના નેતાઓને વિવિધ જવાબદારી પણ સોંપવામાં આવી હોવાનું ભાજપ દ્વારા જારી અખબારી યાદીમાં જણાવાયું છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે પક્ષના સ્થાપના દિવસ અને ભગવાન શ્રી રામજીની જન્મજંયતી Ram Navami દિવસે ભવ્ય ઉજવણી રાજયભરમાં કરવામાં આવશે. આવતીકાલ તારીખ 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન તેમજ ભગવાન શ્રી રામની જન્મજંતી દેશભરમાં ઉજવાશે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે.
પક્ષ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમની રૂપ રેખા આ મુજબ રહેશેઃ જેમાં જિલ્લા/મહાનગર તેમજ મંડલના કાર્યાલયોને રોશનીથી શણગારવા તેમજ ગામ-શહેરમાં શ્રી રામજી ભગવાનના મંદિરેથી સરઘસ સ્વરૂપે યાત્રા કાઢવામાં આવશે. ઉપરાંત બુથના કાર્યકર્તાઓના ઘરે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવશે. ભગવાન શ્રી રામજીની યાત્રા દરમિયાન છાશ, શરબત વિતરણ કરવામાં આવશે.
આગામી તારીખ 7-8-9 એપ્રિલના રોજ સક્રિય સભ્યોનું સંમેલન યોજાશે અને તારીખ 10 થી 12 એપ્રિલ દરમિયાન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ દ્વારા ગાંવ/બસ્તી ચલો અભિયાન યોજાશે જે અંતર્ગત ગામમાં આવેલાં નદી-તળાવ-મંદિર, શાળા-કોલેજના પરિસરમાં સ્વચ્છતા અભિયાન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે ખાટલા બેઠકનું આયોજન કરાશે. પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓ અને કાર સેવકોનું સન્માન કાર્યક્રમ યોજાશે. આ સમ્રગ અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા પ્રદેશ કક્ષાએથી ટીમની નિમણૂક કરી છે જે નીચે પ્રમાણે છેઃ શ્રી રજનીભાઇ પટેલ પ્રદેશ મહામંત્રી પ્રદેશ સંયોજક. શ્રી ડો.ભરતભાઇ ડાંગર જીલ્લા પ્રભારી – પંચમહાલ સહ સંયોજક(મધ્ય ઝોન). શ્રી કશ્યપ શુકલ જીલ્લા પ્રભારી -કચ્છ સહ સંયોજક (સૌરાષ્ટ્ર ઝોન). શ્રી જગદીશભાઇ પારેખ પુર્વ જીલ્લા મહામંત્રી – સુરત સહ સંયોજક(દક્ષિણ ઝોન). શ્રી બીપીનભાઇ સિક્કા પુર્વ ડે.મેયર – કર્ણાવતી સહ સંયોજક (ઉત્તર ઝોન)
આ પણ વાંચોઃ હોટલ અને રેસ્ટોરન્ટ પર ભગવા ધ્વજ લહેરાવી, હિન્દુ દેવી-દેવતાઓના નામ લખેલા, પરંતુ માલિક કોઈ બીજું
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD











