ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમામ સાંસદોને 16-18 એપ્રિલે સંસદમાં હાજર રહેવું: જાણો ભાજપે કેમ વ્હીપ જાહેર કર્યું

BJP Whip for Special Parliament Session: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ આગામી ખાસ સંસદ સત્ર અંગે તેના તમામ સાંસદોને કડક સૂચનાઓ આપી છે. પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે, જેમાં તેમને 16 થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજરી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

પાર્ટીએ સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ સાંસદ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં. બધા સભ્યોને ગૃહમાં નિયમિત હાજરી અને સંસદીય કાર્યવાહીમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પીએમ મોદીએ સાંસદોને પત્ર લખ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભાના સાંસદોને પત્ર લખ્યો છે. પીએમ મોદીએ તમામ પક્ષોના ફ્લોર લીડર્સને પત્ર લખીને ‘નારી શક્તિ વંદન કાયદા’ માટે સમર્થનની વિનંતી કરી છે. પીએમ મોદીએ તમામ પક્ષોના સાંસદોને પત્રમાં લખ્યું છે કે, “દેશની સંસદમાં 16 એપ્રિલથી નારી શક્તિ વંદન કાયદા સાથે સંબંધિત એક ઐતિહાસિક ચર્ચા થવા જઈ રહી છે. આ ખાસ બેઠક આપણા લોકશાહીને વધુ મજબૂત બનાવવાની તક છે. આ એક તક છે કે આપણે બધાને સાથે લઈ જઈએ. આ ભાવના અને હેતુ સાથે જ હું તમને આ પત્ર લખી રહ્યો છું.”

આ પણ વાંચો: ગુજરાતમાં BJPનો દબદબો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 47 સીટો જીતી લીધી, આ રહ્યું આખું લિસ્ટ

Back to top button