બિલ ગેટ્સ પર ગંભીર આરોપ: રશિયન યુવતીઓ સાથે સંબંધ પછી યૌન રોગ થયો, એપસ્ટીન ફાઇલ્સમાં ખુલાસો

વોશિંગટન, 31 જાન્યુઆરી 2026: દિવંગત યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા દસ્તાવેજોના નવા ભાગમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સને લઈને સનસનીખેજ અને અપ્રમાણિત દાવા સામે આવ્યા છે. અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઈલોમાં અમુક ઈમેલ ડ્રાફ્ટ્સમાં આરોપ લગાવ્યા છે કે ગેટ્સને રશિયન મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા અને કથિત રીતે એક યૌન રોગથી સંક્રમિત થયા હતા.
આ દાવા એપસ્ટીન દ્વારા વર્ષ 2013માં મોકલવામાં આવેલા ઓઈમેલમાં કરવામાં આવ્યા છે. જેને હાલમાં જ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગેટ્સે કથિત રીતે એન્ટીબાયોટિક્સની વ્યવસ્થા કરવા કહ્યું હતું, જેથી ચૂપચાપ પોતાની તત્કાલિન પત્ની મેલિંગને તે આપી શકે.
જો કે આ આરોપીની કોઈ પણ સ્તર પર પુષ્ટિ થઈ થી. આ ખુલાસા બાદ બિલ ગેટ્સ તરફથી કડક ખંડન સામે આવ્યું છે. ગેટ્સના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ આરોપ એકદમ પાયાવિહોણા અને ખોટા છે. આ દસ્તાવેજ ખાલી એ બતાવે છે કે એપસ્ટીન ગેટ્સ સાથે સંબંધ તૂટવાથી નારાજ હતા અને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા.
વિવાદના કેન્દ્રમાં રહેલા આવેલા ઈમેલ 18 જૂલાઈ 2013ના છે અને એવું લાગે છે કે આ એપસ્ટીન દ્વારા લખાયેલા ડ્રાફ્ટ મેસેજ છે, જેમાં અમુક ગેટ્સના તત્કાલિન સલાહકાર બોરિસ નિકોલિકના અવાજમાં છે. તેમાં એપસ્ટીને ગેટ્સ પર રશિયન છોકરીઓ સાથે સૂવાનું, એસટીડી હોવા અને એન્ટી બાયોટિક્સ માગવાનો આરોપ લગાવ્યા છે. એપસ્ટીને એવો પણ દાવો કર્યો છે કે ગેટ્સે તેમને કથિત રીતે સંબંધિત ઈમેલ ડિલીટ કરવા કહ્યું હતું.
આ પણ વાંચો: ઈરાન તરફ જઈ રહ્યા છે યુદ્ધ જહાજો, વેનેઝુએલા કરતા પણ મોટું ઓપરેશન? શું છે ટ્રમ્પનો પ્લાન












