ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન તરફ જઈ રહ્યા છે યુદ્ધ જહાજો, વેનેઝુએલા કરતા પણ મોટું ઓપરેશન? શું છે ટ્રમ્પનો પ્લાન

  • ઈરાને કહ્યું છે કે તે વાતચીત માટે તૈયાર છે, પરંતુ પોતાની શરતો પર. જો હુમલો કરવામાં આવશે તો તે પોતાનો બચાવ કરશે

HD ન્યુઝ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મેસિવ અર્માડા (એક મોટો નૌકાદળનો કાફલો) ઈરાન તરફ આગળ વધી રહ્યો છે, જે વેનેઝુએલા ઓપરેશન કરતા પણ મોટો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન ન્યુક્લિયર ડીલ પર વાટાઘાટો કરે, નહીં તો હુમલો શક્ય છે.

ઈરાને કહ્યું છે કે તે વાતચીત માટે તૈયાર છે, પરંતુ પોતાની શરતો પર. જો હુમલો કરવામાં આવશે તો તે પોતાનો બચાવ કરશે. આરબ દેશોએ સંયમ રાખવાની અપીલ કરી છે, કારણ કે આનાથી મોટું યુદ્ધ થઈ શકે છે.

ટ્રમ્પે શું કહ્યું?

28 જાન્યુઆરી, 2026 ના રોજ, ટ્રમ્પે TruthSocial પર પોસ્ટ કરી કે એક મેસિવ આર્મડા ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઈરાનને કહ્યું કે ન્યુક્લિયર ડીલ કરી લો, નહીંતર સમય પુરો થઈ જશે. હુમલો સ્પીડ અને વાયલન્સથી થશે. ટ્રમ્પે તેને વેનેઝુએલા ઓપરેશન કરતા પણ મોટું ગણાવ્યું છે.

તેમણે કહ્યું કે ઈરાને પરમાણુ સંવર્ધન બંધ કરવું જોઈએ, તેના બેલિસ્ટિક મિસાઈલો મર્યાદિત કરવા જોઈએ અને હમાસ, હિઝબુલ્લાહ અને હુતી જેવા જૂથોને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ. ટ્રમ્પે ગયા વર્ષે જૂન 2025 માં ઈરાનના પરમાણુ સ્થળો પર આયોજિત હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આગામી હુમલો વધુ ખરાબ હશે.

આ મેસિવ અર્માડા શું છે?

આ યુએસ નેવીનો સૌથી મોટો કાફલો છે, જેમાં યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર, અનેક ગાઇડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર્સ, બોમ્બર્સ અને ફાઇટર જેટ્સનો સમાવેશ થાય છે. તે અરબી સમુદ્રમાં તૈનાત છે. ટ્રમ્પે કહ્યું કે તે રેડી, વિલિંગ અને એબલ છે. તાજેતરમાં યુએસએસ ડેલ્બર્ટ ડી. બ્લેક ઇઝરાયલી બંદર ઇલાત પર પહોંચ્યું. કુલ મળીને, મધ્ય પૂર્વમાં 35,000 થી વધુ યુએસ સૈનિકો અને અનેક જહાજો તૈનાત છે.

ઓપરેશન વેનેઝુએલા શું હતું? આ સરખામણી શા માટે?

વેનેઝુએલાના ઓપરેશનને ઓપરેશન સધર્ન સ્પીયર કહેવામાં આવે છે. તે 2025 માં શરૂ થયું હતું, જ્યારે યુએસએ કેરેબિયન સમુદ્રમાં એક મોટી નૌસેનાને બિલ્ડઅપ કરી હતી. તેમાં યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ, યુએસએસ ઇવો જીમા એમ્ફિબિયસ રેડી ગ્રુપ અને અન્ય જહાજોનો સમાવેશ થતો હતો.

કુલ 15થી 20,000 સૈનિકો અને 150 કરતા વધુ એરક્રાફ્ટ હતા. તેનો ઉદ્દેશ્ય ડ્રગ ટ્રાફિકિંગ રોકવાનો હતો. તેનો હેતુ ડ્રગ્સની હેરફેર અટકાવવાનો હતો, પરંતુ સાથે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને દૂર કરવાનો પણ હતો. 3 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકાએ માદુરોની ધરપકડ કરી. ટ્રમ્પે ઈરાન સામે ઘણી મોટી સેના મોકલી છે, જે ખતરાની તીવ્રતા દર્શાવે છે.

ઈરાનનો પ્રતિભાવ શું છે?

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું કે ઈરાન વાતચીત માટે તૈયાર છે, પરંતુ ધમકી હેઠળ નહીં. જો હુમલો કરવામાં આવશે તો ઈરાન પોતાનો બચાવ કરશે. તેહરાનમાં અમેરિકા વિરોધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઈરાને બંદર અબ્બાસથી 6 કિમી દૂર પોતાનું ડ્રોન કેરિયર, શાહિદ બઘેરી મૂક્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં લાઈવ-ફાયર એક્સર્સાઈઝ કરી રહ્યું છે. ઈરાને તેના પરમાણુ સ્થળોને વધુ ઊંડાણમાં છુપાવી રાખ્યા છે.

આ પણ વાંચોઃ એપ્સટિન ફાઇલ્સમાં ન્યૂ યોર્કના મેયર મમદાનીની માતાનું નામ, શું કરવા ગઈ હતી મીરા નાયર?

Back to top button