ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્વામી ચૈતન્યાનંદ કેસમાં નવા ખુલાસા: સોશિયલ મીડિયા પર છોકરીઓની પ્રોફાઇલ સ્ક્રૉલ કરીને કમેન્ટ કરતો

નવી દિલ્હી, તા. 5 ઓક્ટોબર, 2025: સ્વામી ચૈતન્યાનંદ વિરુદ્ધના કેસમાં પોલીસની તપાસમાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આસ્થાના વસ્ત્રો ઓઢીને ફરતા આ સ્વામીનો અસલી ચહેરો હવે સામે આવી રહ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બાબા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને અજાણી છોકરીઓના ફોટા પર કમેન્ટ કરતો હતો. કોઈપણ છોકરી જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ફોટો શેર કરતી, તો બાબા તેના પોસ્ટ પર જઈને કમેન્ટ કરતો હતો. તે છોકરીઓની પ્રોફાઇલ શોધી-શોધીને સ્ક્રૉલ કરતો હતો. કેમેરા, બ્લેકમેલિંગ અને વિદ્યાર્થીનીઓના યૌન શોષણમાં તેની ઊંડી સંડોવણી પોલીસની તપાસમાં ઉજાગર થઈ રહી છે.

મોબાઇલ ચેટ્સ બન્યા સૌથી મોટા પુરાવા
પોલીસની તપાસમાં બાબાના મોબાઇલમાંથી મળેલા ચેટ્સ સૌથી મોટા પુરાવા સાબિત થઈ રહ્યા છે. તે વિદ્યાર્થિનીઓને સતત મેસેજ કરીને તેમની નજીક આવવાની કોશિશ કરતો હતો. આ તમામ ચેટ્સ હવે પોલીસ પાસે નક્કર પુરાવા તરીકે છે.

स्वामी चैतन्यानंद केस में नई जानकारी सामने आई है.

સ્વામી ચૈતન્યાનંદ 17 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં
દિલ્હીની કોર્ટમાં સુનાવણી બાદ સ્વામી ચૈતન્યાનંદને 17 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન બાબાના વકીલે સવાલ ઉઠાવ્યો હતો કે આખરે કઈ કલમો હેઠળ ન્યાયિક કસ્ટડીની માંગ કરવામાં આવી રહી છે. તેના પર કોર્ટે તપાસ અધિકારીને સ્પષ્ટ કરવા કહ્યું કે શું કેસમાં કલમ 232 ઉમેરવામાં આવી છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદકર્તાની બીજી FIR પછી આ કલમ કેસમાં જોડવામાં આવી છે.

બાબાની માંગો શું હતી?
બાબાના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે તેમને નિયમિત દવાઓ પૂરી પાડવામાં આવે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ચૈતન્યાનંદ સન્યાસી જીવન જીવે છે, તેથી તેમને સાત્વિક ભોજન મળે, જેમાં લસણ અને ડુંગળી ન હોય. આ ઉપરાંત, ધાર્મિક વસ્ત્રો પહેરવાની અને પોતાની સાથે આધ્યાત્મિક સામાન રાખવાની પણ મંજૂરી માંગવામાં આવી હતી.

स्वामी चैतन्यानंद केस में नई जानकारी सामने आई है.

આ ઉપરાંત કેસ ડાયરી પર સહી કરાવવાની માંગ પણ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. જોકે, કોર્ટે કહ્યું કે આ પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે અને તેના માટે અલગ આદેશની જરૂર નથી.

વિદ્યાર્થિઓને ડરાવવા-ધમકાવવાના આક્ષેપો
કેસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સંસ્થા સાથે જોડાયેલા ઘણા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે તેમની પાસેથી જબરદસ્તીથી મોબાઇલ ફોન અને શૈક્ષણિક દસ્તાવેજો લઈ લેવામાં આવ્યા હતા અને વિરોધ કરવા પર સંસ્થામાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે ચૈતન્યાનંદે પૂછપરછ દરમિયાન ન તો કોઈ પ્રકારનો પસ્તાવો વ્યક્ત કર્યો અને ન તો સહયોગ આપ્યો. આ સાથે જ સંસ્થાની ત્રણ મહિલા કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમના પર વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવવા અને બાબાને મદદ કરવાનો આરોપ છે.

स्वामी चैतन्यानंद केस में नई जानकारी सामने आई है.

યૌન શોષણ અને ખોટા વાયદાના આક્ષેપો
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ચૈતન્યાનંદે આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિની વિદ્યાર્થિનીઓને નોકરીની લાલચ આપીને પોતાના જાળમાં ફસાવવાની કોશિશ કરી. તેમના પર યૌન સંબંધો બાંધવા માટે દબાણ કરવાના ગંભીર આક્ષેપો છે.

પોલીસને તેના ડિજિટલ ઉપકરણોમાંથી એવી ચેટ્સ મળી છે, જેમાં વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ વાતચીત, ખાનગી તસવીરો માંગવી અને વાંધાજનક સંદેશાઓ સામેલ છે. એક ચેટમાં તો દુબઈના એક વ્યક્તિ માટે છોકરીની વ્યવસ્થા કરવાની ચર્ચા પણ મળી આવી છે.

આ પણ વાંચોઃ  ગુજરાત પર શકિત વાવાઝોડાનો ખતરો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી 

Back to top button