ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

અશ્લીલ અને જાતીય સામગ્રીને લઈને કેન્દ્ર સરકારની Xને નોટિસ, 72 કલાકનું અલ્ટિમેટમ

  • મંત્રાલયે X ને નિર્દેશ આપ્યો છે કે ગ્રોક એઆઈના ટેકનિકલ ડિઝાઇન અને ગવર્નન્સ ફ્રેમવર્કની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે

HD ન્યુઝ ડેસ્કઃ કેન્દ્ર સરકારે એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ને મોટો ફટકો આપ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ X ને ઔપચારિક નોટિસ જારી કરી છે Central government issues notice to X, જેમાં તેના AI ટૂલ Grok ના દુરુપયોગ સામે ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

સરકારે આરોપ લગાવ્યો છે કે ગ્રોક એઆઈનો ઉપયોગ અશ્લીલ, જાતીય રીતે સ્પષ્ટ અને વાંધાજનક સામગ્રી બનાવવા અને ફેલાવવા માટે થઈ રહ્યો છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે..

IT એક્ટના ઉલ્લંઘનના આરોપો

MeitY એ જણાવ્યું હતું કે આ કેસ IT કાયદા અને IT નિયમો હેઠળની કાનૂની જવાબદારીઓ પ્રત્યે ગંભીર અવગણના દર્શાવે છે. મંત્રાલયે X ને નિર્દેશ આપ્યો છે કે ગ્રોક એઆઈના ટેકનિકલ ડિઝાઇન અને ગવર્નન્સ ફ્રેમવર્કની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે. બધી ગેરકાયદેસર અને વાંધાજનક સામગ્રી દૂર કરવામાં આવે. દોષિત વપરાશકર્તાઓ સામે કડક કાર્યવાહી થાય અને 72 કલાકની અંદર સરકારને કાર્યવાહીનો અહેવાલ સુપરત કરવો જોઈએ. સરકારે કહ્યું કે જો નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો X પાસેથી સેફ હાર્બર પ્રોટેક્શન છીનવાઈ શકે છે અને કંપનીને સાયબર, ફોજદારી અને બાળ સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

પ્રિયંકા ચતુર્વેદીની ફરિયાદ બાદ કાર્યવાહી

શિવસેના (UBT) રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને Grok AI ના ખતરનાક ઉપયોગો તરફ ધ્યાન દોર્યું હતું, જેની ફરિયાદ બાદ આ નોટિસ જારી કરવામાં આવી હતી.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે X પર એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે, જ્યાં કેટલાક લોકો Grok AI નો ઉપયોગ કરીને મહિલાઓના ફોટા સાથે છેડછાડ કરવા, ઓછા કપડાં બતાવવા અને તેમને જાતીય રીતે રજૂ કરવા જેવા ઘૃણાસ્પદ કાર્યો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ AI નો અસ્વીકાર્ય અને ઘોર દુરુપયોગ છે. આ મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે, જે માત્ર અનૈતિક જ નહીં પણ ગુનાહિત પણ છે.

સંસદીય સમિતિના સભ્ય તરીકે અવાજ ઉઠાવ્યો

માહિતી ટેકનોલોજી અને સંદેશાવ્યવહાર અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ભારત મહિલાઓના ગૌરવ સામેના આ ડિજિટલ ગુના સામે મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં.

તેમણે માંગ કરી કે AI પ્લેટફોર્મમાં મજબૂત સુરક્ષા પગલાં ફરજિયાત બનાવવામાં આવે જેથી ટેકનોલોજીના નામે ગુનાને પ્રોત્સાહન ન મળે.

પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો

નોટિસ બાદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તેમની ફરિયાદ પર આઇટી મંત્રાલયનો તાત્કાલિક પ્રતિભાવ મહિલાઓની ઓનલાઈન સલામતી તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચોઃ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર અમેરિકી સૈન્યનો મોટો હુમલો, ફાઇટર પ્લેનમાંથી અનેક બોમ્બ ફેંકાયા

Back to top button