IPL 2026 માં ધમાકેદાર પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી માટે BCCI ના ગ્રીન સિગ્નલ: પસંદગીકારોને મળ્યા ખાસ આદેશ
Vaibhav Sooryavanshi: IPL 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે ભારતીય ટીમમાં એન્ટ્રીનો રસ્તો સાફ થતો દેખાઈ રહ્યો છે. BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને તેમની સમિતિને વૈભવના હિતમાં અને તેની પ્રગતિ માટે જે કંઈ જરૂરી હોય તે કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે. સૈકિયાના આ વલણ બાદ હવે વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં જ બ્લુ જર્સીમાં જોવા મળી શકે છે.
‘વૈભવ ભારતીય ક્રિકેટનો વન્ડર બોય છે’ – દેવજીત સૈકિયા
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ વૈભવની અસાધારણ પ્રતિભાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “વૈભવ સૂર્યવંશી એક અનોખી પ્રતિભા છે અને તે ભારતીય ક્રિકેટનો વન્ડર બોય છે, જે ભવિષ્યમાં વૈશ્વિક ક્રિકેટ પર રાજ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. IPL 2026 દરમિયાન પસંદગીકારો પ્રત્યક્ષ હાજર હતા અને તેમણે વૈભવની દરેક ઇનિંગ્સને નજીકથી નિહાળી છે. મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે પસંદગી સમિતિ આગામી પ્રવાસો માટે ટીમ પસંદ કરવા બેસશે, ત્યારે તેઓ વૈભવના હિતમાં સર્વશ્રેષ્ઠ નિર્ણય લેશે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમવાની પ્રબળ સંભાવના
દેવજીત સૈકિયાનું આ મહત્વપૂર્ણ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય ટીમનો આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડનો પ્રવાસ ખૂબ નજીક છે. જૂન-જુલાઈમાં યોજાનારા આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસો માટે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. સેક્રેટરી પોતે પસંદગી સમિતિની બેઠકોમાં હાજર રહેતા હોવાથી, તેમના આ નિવેદનને માત્ર પ્રશંસા નહીં પરંતુ પસંદગીકારો માટે એક મજબૂત સંકેત અને નિર્દેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, BCCI પ્રમુખ મિથુન મિન્હાસ અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ વૈભવની રમતને બિરદાવી છે.
સચિન તેંડુલકર સહિતના દિગ્ગજો પણ મુરીદ બન્યા
વૈભવ સૂર્યવંશીની શાનદાર હિટિંગ ક્ષમતા, કાંડાની અદભુત ગતિ અને બોલને રીડ કરવાની કુશળતાના ક્રિકેટ જગતના દિગ્ગજો પણ દીવાના બન્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની હાજરીમાં વૈભવની ટેકનિકની પ્રશંસા કરી હતી. સચિન ઉપરાંત સુનીલ ગાવસ્કર, વીરેન્દ્ર સેહવાગ, અજય જાડેજા, ઈરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા પૂર્વ દિગ્ગજોનું પણ માનવું છે કે વૈભવ પાસે હવે સાબિત કરવા માટે કંઈ બાકી નથી અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે સંપૂર્ણ લાયક છે.
આ પણ વાંચો: કોહલી કે બાબર, IPL અથવા PSL? સિકંદર રઝાના જવાબ સાંભળી પાકિસ્તાનીઓ પણ ચોંકી ગયા












