ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારતે પાકિસ્તાનને હરાવીને જીત્યો અંડર-19 એશિયા કપ, 1 વિકેટે મેળવી ઐતિહાસિક જીત

U19 Asia Cup 2026 Final India vs Pakistan Match Report: ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026 ની ફાઇનલ મેચમાં શનિવારે ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનના મુખમાંથી જીત છીનવીને 1 વિકેટે આ મેચ જીતી લીધી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભારતીય ટીમની જીતના સૌથી મોટા હીરો મોહિત ઉલ્વા (26 બોલમાં 49 રન) અને મોહિત ચૌહાણ (32 બોલમાં 47 રન) રહ્યા હતા, જેમણે અંતિમ ઓવરોમાં શાનદાર ભાગીદારી કરીને મેચનું પાસું જ પલટી નાખ્યું હતું. મોહિત ઉલ્વાના બેટથી વિનિંગ શોટ નીકળ્યો હતો અને તે છેલ્લે સુધી અનાઉટ રહ્યો હતો. મેચનું પરિણામ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર આવ્યું હતું.

પાકિસ્તાને ટૉસ જીત્યો

આ ફાઇનલ મેચમાં પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનર ઉસ્માન ખાને 111 બોલમાં 107 રનની શાનદાર સદી ફટકારી હતી, જ્યારે અબ્દુલ કાદિરે 80 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કાવ્ય પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ચિગુરુપતિ વેંકટાએ 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

આ પણ વાંચોઃ ભારત પ્રવાસ પહેલાં PM બાલેન શાહની ‘બેલેન્સ ડિપ્લોમસી’, ચીનને પણ ખુશ કરવાની નેપાળની તૈયારી

ભારતીય ઇનિંગ્સ અને આર્યવીર સહવાગ

338 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. વીરેન્દ્ર સહવાગના પુત્ર આર્યવીર સહવાગ અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાની વચ્ચે પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી. આર્યવીરે શાનદાર બેટિંગ કરતા 61 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા.

કેપ્ટનની શાનદાર ઇનિંગ્સ

કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 101 બોલમાં 80 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી. જોકે, મધ્યમ ઓવરોમાં સતત વિકેટો પડવાને કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

મોહિત અને મોહિતની ચમત્કારી ભાગીદારી

એક સમયે ભારતીય ટીમની જીત મુશ્કેલ લાગતી હતી, પરંતુ મોહિત ઉલ્વા અને મોહિત ચૌહાણે કમાલની બેટિંગ કરી હતી. મોહિત ઉલ્વાએ અણનમ 49 રન અને મોહિત ચૌહાણે 47 રન ફટકારીને ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી. છેલ્લી ઓવરમાં વિનિંગ ચોગ્ગો ફટકારીને ભારતે 339/9 સ્કોર સાથે ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ પણ વાંચોઃ દેવઉઠની એકાદશી પર કેમ બનાવાય છે શેરડીનો મંડપ? આ કારણે ચઢાવાય છે શક્કરિયા

Back to top button