નાના ભાઈ એન્ડ્ર્યુઝ માઉન્ટબેટનની ધરપકડ પર બ્રિટિશ કિંગ ચાર્લ્સની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

પૂર્વ બ્રિટિશ પ્રિન્સ એન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિન્ડસરની ધરપકડ પર તેમના મોટા ભાઈ, બ્રિટનના રાજા ચાર્લ્સ-ત્રીજાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કાયદાને પોતાનું કાર્ય કરવા દઈએ. એન્ડ્ર્યુની ધરપકડ તેમના જાહેર પદનો દુરૂપયોગ કરવાના આરોપ અને યૌન ગુનેગાર જેફરી એપ્સ્ટાઇન સાથેના સંબંધોને લઈ વધતા દબાણ વચ્ચે કરવામાં આવી છે. તેમણે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એ વાત પર પણ ભાર મુક્યો કે તપાસ અધિકારીઓ તેમની તપાસ નિષ્પક્ષતાથી અને નિયમો અનુસાર કરશે.
કિંગ ચાર્લ્સે એન્ડ્રુઝ માઉન્ટબેટનની ધરપકડ અંગે એક નિવેદનમાં કહ્યું, “એન્ડ્રુઝ અને તેમના પદ સામે ભ્રષ્ટાચારની શંકાના અહેવાલો સાંભળીને મને ખૂબ જ ચિંતા છે. સંબંધિત અધિકારીઓ નિષ્પક્ષતા અને યોગ્ય પ્રક્રિયા સાથે તપાસ કરશે.”
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “મેં પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને અમારો સંપૂર્ણ ટેકો અને સહકાર મળશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કાયદાએ તેનું કામ કરવું જોઈએ.” ચાર્લ્સ ત્રીજાએ ઉમેર્યું હતું કે તપાસ ચાલુ હોવાથી વધુ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.
Statement from King Charles III of the United Kingdom | “I have learned with the deepest concern the news about Andrew Mountbatten-Windsor and suspicion of misconduct in public office. What now follows is the full, fair and proper process by which this issue is investigated in… https://t.co/FbbqEERQ0k pic.twitter.com/eTVImaVqi1
— ANI (@ANI) February 19, 2026
બ્રિટિશ PMએ પણ આપી પ્રતિક્રિયા
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું, “એન્ડ્રુઝે યુકે પોલીસ સાથે વાત કરવી જોઈએ. આ પોલીસનો મામલો છે. તેઓ પોતાની તપાસ કરશે, પરંતુ આપણી સિસ્ટમનો એક સિદ્ધાંત સ્પષ્ટ છે: કાયદો બધા માટે સમાન છે, અને કોઈ તેનાથી ઉપર ન હોઈ શકે. આ બાબત આ કેસમાં પણ લાગુ થવી જોઈએ જેમ અન્ય કેસોમાં થાય છે.”
થેમ્સ વેલી પોલીસે કરી ધરપકડ
એન્ડ્રુઝ માઉન્ટબેટન-વિન્ડસર તેમના 66મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે થેમ્સ વેલી પોલીસે તેમને પૂર્વી ઇંગ્લેન્ડના નોર્ફોકમાં સેન્ડરિંગહામ એસ્ટેટ ખાતેના તેમના ઘરેથી ધરપકડ કરી હતી. દોષિત જાતીય ગુનેગાર જેફરી એપસ્ટેઇન સાથે કથિત સંબંધોના આરોપોને કારણે તેમનો પ્રિન્સ ચાર્લ્સ તરીકેનો ખિતાબ છીનવી લેવામાં આવ્યો હતો. તેમને તેમનો રોયલ લોજ પણ ખાલી કરવાની ફરજ પાડવામાં આવી છે. એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ હવે ફક્ત એન્ડ્રુઝ માઉન્ટબેટન-વિન્ડસર તરીકે ઓળખાશે.
આ પણ વાંચો: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખો, ભારત પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિની અપીલ












