ટ્રેન્ડિંગ

Appleનો મોટો નિર્ણય! એકસાથે બે કરતાં વધુ iPhone ખરીદવા પર રોક

Apple iPhone Duo: Appleના ઑનલાઇન સ્ટોર પર હાલમાં iPhone ખરીદવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે એકસાથે બે કરતાં વધુ iPhone Duo ખરીદવાનું વિચારી રહ્યા હો, તો હાલ તમે આવું કરી શકશો નહીં. Appleના ભારતીય ઑનલાઇન સ્ટોર પર iPhone ખરીદવા માટેની મર્યાદા અંગે એક મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વેબસાઇટ પર ઑર્ડર આપતી વખતે બે કરતાં વધુ iPhone ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે, તો ગ્રાહકોને ચેતવણીનો સંદેશ જોવા મળે છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવે છે કે એક ગ્રાહક વધુમાં વધુ બે iPhone જ ખરીદી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Appleના ઑનલાઇન સ્ટોર પર શું છે નિયમ?

Appleની સત્તાવાર વેબસાઇટ Apple.com પર ઑર્ડર આપતી વખતે દેખાતી ચેતવણી અનુસાર, એક ગ્રાહકના ઑર્ડરમાં iPhoneની કુલ સંખ્યા બે કરતાં વધુ હોઈ શકે નહીં. એટલે કે, ગ્રાહક એક જ મોડલના બે iPhone ખરીદે કે પછી અલગ-અલગ મોડલ પસંદ કરે, બંને કિસ્સામાં ઑર્ડરમાં iPhoneની કુલ સંખ્યા બે સુધી જ મર્યાદિત રહેશે. જો તમે એકસાથે બે કરતાં વધુ iPhone Duo ખરીદવાનું આયોજન કરી રહ્યા હો, તો હાલ Appleના ઑનલાઇન સ્ટોર પરથી આવું કરવું શક્ય નહીં બને.

Apple iPhone Duo hands-on: Meaningfully different | Android Central

આ પણ વાંચો: મહેસાણાના મિની પાવાગઢ પર દુર્ઘટના, પહાડ પરથી મોપેડ સાથે પટકાતા દંપતીનું મોત

ત્રીજો iPhone ખરીદવાનો પ્રયાસ કરશો તો શું થશે?

જો કોઈ ગ્રાહક એક જ ઑર્ડરમાં ત્રણ કે તેથી વધુ iPhone ઉમેરવાનો પ્રયાસ કરે, તો વેબસાઇટ ચેકઆઉટ પહેલાં iPhoneની કુલ સંખ્યા ઘટાડવાનું સૂચન કરે છે. આથી, એકસાથે ત્રણ કે તેથી વધુ iPhone ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને ઑનલાઇન ઑર્ડર આપતી વખતે મુશ્કેલી પડી શકે છે.

Appleએ આ મર્યાદા શા માટે મૂકી?

હાલમાં Apple તરફથી આ મર્યાદા લાગુ કરવા પાછળનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. આ માહિતી Appleના ઑનલાઇન સ્ટોર પર ઑર્ડર પ્રક્રિયા દરમિયાન દેખાતા ચેતવણી સંદેશના આધારે સામે આવી છે. ઉપરાંત, Appleના ઑફલાઇન સ્ટોરમાં પણ આ જ નિયમ લાગુ પડે છે કે નહીં, તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નહોતી.

કેવી રીતે લાગુ થશે આ નિયમ?

કંપનીના નિયમો મુજબ, ગ્રાહકના સિંગલ Apple ID, પેમેન્ટ કાર્ડ અને ડિલિવરી એડ્રેસના આધારે ટ્રેકિંગ કરવામાં આવશે. જો કોઈ ગ્રાહક અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા પણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ફોન ઓર્ડર કરવાનો પ્રયાસ કરશે, તો કંપની સિસ્ટમ દ્વારા વધારાના ઓર્ડર્સ આપમેળે રદ (કેન્સલ) કરી દેશે. આ અગાઉ પણ વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનની મર્યાદાઓ અને ફેસ્ટિવ સિઝન દરમિયાન Apple આવી લિમિટ લાદી ચૂક્યું છે.

આ પણ વાંચો:  કરણ જોહરને જીવનસાથીની તલાશ; લગ્ન મુશ્કેલ છતાં પ્રેમ અને પરિવારની આશા હજુ જીવંત
Back to top button