ટ્રેન્ડિંગમનોરંજન

કાંતારા-2ના વધુ એક આર્ટિસ્ટનું સેટ પર થયું મૃત્યુ: સોશિયલ મીડિયા પર હોબાળો

મુંબઈ, ૧૫ જૂન, ૨૦૨૫: દક્ષિણ ભારતીય ફિલ્મોમાંની એક, ‘કાંતારા’નો બીજો ભાગ ‘કાંતારા 2’ આવી રહ્યો છે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે, પરંતુ આ દરમિયાન, શૂટિંગ સેટ પર મોટા અકસ્માતો પણ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર ‘કાંતારા 2’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન એક મિમિક્રી કલાકારનો જીવ ગયો. ‘કાંતારા 2’ ના સેટ પર આ સતત બીજી મૃત્યુ છે. આ પછી શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સમાચાર પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

ફિલ્મના કલાકારોમાં સામેલ અભિનેતા કલાભવન નીજુનું નિધન થયું છે. તેઓ 43 વર્ષના હતા. શૂટિંગ દરમિયાન તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ‘કંતારા ચેપ્ટર 1’ ના યુનિટમાં આ ત્રીજું મૃત્યુ છે. જે એક ખૂબ આઘાતજનક છે. આશ્ચર્યજનક વાત એ છે કે અલગ અલગ રીતે મૃત્યુ પામેલા દરેક લોકોની ઉંમર નાની હતી.

43 વર્ષીય નીજુનું નિધન ગુરુવારે રાત્રે બેંગલુરુમાં થયું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ તેમણે શ્વાસ છોડી દીધો હતો. મિમિક્રી આર્ટિસ્ટ કનન સાગરે એક્ટરના નિધનની પુષ્ટિ કરી છે. નીજૂ એક સારાએક્ટર અને મિમિક્રી આર્ટિસ્ટ હતા. તેમણે ઓડિશન દ્વારા ફિલ્મમાં એક મોટો રોલ મેળવ્યો હતો. આ પહેલા હાલમાં જ તેઓ માર્કો નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા.

કાંતારા ચેપ્ટર 1 ના શૂટિંગની સાથે બે ભયાનક ઘટના ઘટી હતી. મે 2025માં કાર્ડિયેક અરેસ્ટના કારણ કોમેડિયન અને એક્ટર રાકેશ પુજારીનું નિધન થયું હતું. તેઓ 33 વર્ષના હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ તેમના મિત્રને મળવા ગયા હતા. તો બીજી બાજુ એજ મહિનામાં 32 વર્ષના જૂમિયર આર્ટિસ્ટ એમ એફ કપિલનું પણ નિધન થયું હતું. એટલુ જ નહીં ભારે વરસાદના કારણે કાંતારા ચેપ્ટર 1નો કિમતી સેટ પણ ભારે વરસાદમાં તબાહ થઈ ગયો હતો.

Back to top button