ગુજરાતટ્રેન્ડિંગ

ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાના તોફાની મોજાથી વધુ એક મકાન ધરાશાયી

HD news, 28 jun, 2025: દરિયાકાંઠા વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. ઉનાના સૈયદ રાજપરા દરિયાના મોજાના કારણે મકાન ધરાશાયી થયું છે. દરિયામાં ભારે કરંટ અને હાઈટાઈડ હોવાને લીધે મકાન ધરાશાયી થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં બેથી ત્રણ મકાન ધરાશાયી થયા છે.

તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ ધોવાઈ જતાં અનેક મકાનો ધરાશાયી થયા છે. જ્યારે ગણતરીના દિવસોમાં જ એક પછી એક એમ ત્રણ મકાન ધરાશાયી થયા છે. મકાન ધરાશાયીના લાઈવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જો વહેલી તકે દરિયાના મોજાને રોકવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અનેક મકાનોને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે.

Back to top button