ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકો નોકરી ગુમાવશે, ભારતીયોને થશે અસર

  • વૈશ્વિક સ્તરે આશરે 16,000 કર્મચારીને અસર કરશે. આ પગલું કંપનીના વ્યાપક રિઓર્ગેનાઈઝેશન અભિયાનનો ભાગ હોવાનું કહેવાય છે

HD ન્યુઝ ડેસ્કઃ ઈ-કોમર્સ કંપની એમેઝોન Amazon છટણીના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત 27 જાન્યુઆરીથી અંદાજે 16,000 કર્મચારી નોકરી ગુમાવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર આ છટણીની સીધી અસર ભારતીયો પર પણ પડશે, જેમાં એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો જેવા મહત્ત્વના વિભાગોનો સમાવેશ થાય છે.

એમેઝોન વેબ અને પ્રાઈમ વિભાગમાં વધુ જોખમ

એમેઝોન આ અઠવાડિયે વર્ક ફોર્સમાં મોટો ઘટાડો કરવા જઈ રહ્યું છે. કંપનીની યોજના મુજબ 27 જાન્યુઆરીએ નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે, જે વૈશ્વિક સ્તરે આશરે 16,000 કર્મચારીને અસર કરશે. આ પગલું કંપનીના વ્યાપક રિઓર્ગેનાઈઝેશન અભિયાનનો ભાગ હોવાનું કહેવાય છે, જે હેઠળ 2026ના મધ્ય સુધીમાં લગભગ 30,000 કોર્પોરેટ હોદ્દા નાબૂદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભારત સ્થિત ટીમો પર પહેલા કરતા વધુ ગંભીર અસર થવાની સંભાવના છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્મચારીઓની ચર્ચાઓ અને વિવિધ મીડિયા અહેવાલો મુજબ આગામી દિવસોમાં એમેઝોન સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ છટણીમાં સૌથી વધુ અસર ભારતીયોને થશે એવું પણ મનાય છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પર જોખમ વધારે છે.

વૈશ્વિક સ્તરે કુલ 30,000 હોદ્દા નાબૂદ કરવાની કવાયત

વર્ષ 2025ના અંતમાં રોઇટર્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે એમેઝોન તેના વ્યાપક પુનર્ગઠન પ્રયાસોના ભાગરૂપે આશરે 30,000 કોર્પોરેટ હોદ્દા હટાવી દેવાનું આયોજન કરી રહી છે.

આ અહેવાલ પછી જ કંપનીએ 14,000 હોદ્દા ઘટાડવાની યોજનાની પુષ્ટિ કરી હતી. એમેઝોનનું આ છટણી અભિયાન 2025ના અંતમાં શરૂ થયું હતું. હવે કંપની બીજા તબક્કાનો અમલ કરવા જઈ રહી હોય તેવું લાગે છે, જેમાં વધુ 16,000 હોદ્દા સામેલ છે. આમ કુલ છટણીનો આંકડો 30,000 ની નજીક પહોંચી જશે.

વૈશ્વિક સ્તરે એમેઝોન 15.7 લાખને રોજગારી આપે છે

જો આમ થશે તો તે 2022 અને 2023 દરમિયાન એમેઝોન દ્વારા કરાયેલી 27,000 કર્મચારીઓની છટણી કરતા પણ મોટો આંકડો હશે. જો કે એમેઝોન વિશ્વભરમાં અંદાજે 15.7 લાખ લોકોને રોજગારી આપે છે, પરંતુ આ છટણીનું મુખ્ય કેન્દ્ર તેનો કોર્પોરેટ વર્ક ફોર્સ છે, જેની સંખ્યા આશરે 3.5 લાખ છે. આ છટણીમાં એમેઝોન વેબ સર્વિસીસ, પ્રાઇમ વીડિયો, રિટેલ ઓપરેશન્સ અને HR વિભાગ મુખ્ય લક્ષ્ય છે. ભારતમાં ખાસ કરીને બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં સ્થિત કોર્પોરેટ ટીમો પર વધુ જોખમ છે.

2,000 કર્મચારીઓને નોટિસ મળી ચૂક્યાનો પણ દાવો

સોશિયલ મીડિયા પરની પોસ્ટ મુજબ 27 જાન્યુઆરીના સપ્તાહની શરૂઆતથી જ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ઘણાં કર્મચારીઓએ દાવો કર્યો છે કે મેનેજરો અને વરિષ્ઠ નેતાઓએ પહેલેથી જ સંકેતો આપી દીધા છે. એવું પણ કહેવાય છે કે જે કર્મચારીઓ હાલમાં પરફોર્મન્સ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન હેઠળ છે, તેમને અન્ય લોકો કરતા વહેલી જાણ કરાઈ શકે છે.

આ પણ વાંચોઃ FASTag યુઝર્સ એલર્ટ! 1 ફેબ્રુઆરીથી બદલાશે Toll Tax સાથે જોડાયેલો મોટો નિયમ, ઝંઝટ ખતમ

Back to top button