ટ્રેન્ડિંગનેશનલમીડિયા

આંધ્રપ્રદેશમાં એક જ પરિવારના ચાર સભ્યોએ નદીમાં ઝંપલાવ્યું, ત્રણના મોત

Andhra Pradesh : આંધ્રપ્રદેશના ચિંચિનાડામાં એક જ પરિવારના 4 સભ્યોએ પુલ પરથી ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો કથિત પ્રયાસ કર્યો છે. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક મહિલાને બચાવી લેવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સર્ચ ઓપરેશન દરમિયાન 3 મૃતદેહ મળ્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આજે (રવિવારે) હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન 3 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે સ્થાનિક માછીમારોએ એક મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. આ ઘટના શનિવારે વહેલી સવારે આશરે સવા 6 વાગ્યાની આસપાસ બની હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચિંચિનાડા બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “આ પરિવારે ચિંચિનાડામાં બ્રિજ પરથી ગોદાવરી નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન 3 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે સ્થાનિક માછીમારોએ 1 મહિલાને બચાવી લીધી હતી.”

આ પણ વાંચો:22 કિલો સામે માત્ર 4 કિલો! કયા દેશમાં કેટલું મીટ ખવાય છે? આંકડા ચોંકાવશે

પરિવાર તનુક્કુ શહેરનો રહેવાસી

ચિંચિનાડાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે બચાવી લેવાયેલી મહિલાની ઓળખ 42 વર્ષીય નંબૂરી પદ્મિની તરીકે થઈ છે, જેમને રાજોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી 2 મોટરસાઇકલ મળી આવી છે. તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે આ પરિવાર તનુક્કુ શહેરનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ નંબૂરીના અન્ય સંબંધીઓની ભાળ મેળવી રહી છે જેથી તેમને આ અંગે જાણ કરી શકાય.

નદીમાં ડૂબી જવાથી પતિ અને 2 બાળકોનાં મોત

પોલીસે આગળ જણાવ્યું કે મૃતકોની ઓળખ પદ્મિનીના 45 વર્ષીય પતિ નંબૂરી શ્રીનિવાસ અને તેમના બે સગીર બાળકો તરીકે થઈ છે. જોકે, આ પરિવારે આટલું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિલ્હીના સંજય સરોવરમાં પણ 3 યુવકોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ ત્રણેય યુવકોની ઉંમર 22 થી 25 વર્ષની વચ્ચે હતી. પહેલાં એક યુવક નહાવા પડ્યો હતો અને જ્યારે તે ડૂબવા લાગ્યો ત્યારે બાકીના બે પણ તેને બચાવવા માટે સરોવરમાં ઊતર્યા અને ત્રણેય ડૂબી ગયા હતા.

આ પણ વાંચો:સૂર્યવંશી અને ઇશાન જેવા દિગ્ગજ વચ્ચે 21 વર્ષીય આ બેટ્સમેને ડેબ્યૂમાં મચાવી ધૂમ

Back to top button