ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રેર મિનરલ સંકટની વચ્ચે સરકારે EV કંપનીઓને રાહત ન આપી, ટ્રેક્શન મોટર ભારતમાં જ બનાવવી પડશે

નવી દિલ્હી, 25 જુલાઇ, 2025: ભારે ઉદ્યોગ મંત્રાલયે પોતાની વ્હિકલ ટેસ્ટીંગ એજન્સીઓ મારપથે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રીવ્હીલર ઉત્પાદકો માટે ઔપચારીક રૂપે એવી ઘોષણા કરી છે કે તેમની પાસે પર્યાપ્ત રેર મિનરલ મેગ્નેટ છે અને પીએમ ઇ-ડ્રાઇવ યોજના હેઠળ ટર્કેશન મોટર અને ઇલેક્ટ્રોનીક થ્રોટલ સ્થાનિક સ્તરે બનાવશે.

મંત્રાલયના આ પગલાથી ઘણી ઓટો કંપનીઓ આંચકો લાગ્યો છે કારણ કે તેઓ 4 એપ્રિલે ચીને રેર મિનરલ મેગ્નેટના નિકાસ પર પ્રતિબંધો લાદ્યા બાદ સરકાર તરફથી કામચલાઉ રાહતની અપેક્ષા રાખતા હતા, પરંતુ હવે તેમને કડક પાલનનો સામનો કરવો પડશે. ઓટો ઉદ્યોગે વારંવાર ચેતવણી આપી છે કે વર્તમાન સપ્લાય ચેઇન પ્રતિબંધોએ કેટલાક વાહન ઘટકોનું સ્થાનિક ઉત્પાદન અવ્યવહારુ બનાવ્યું છે.

3 માર્ચે જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, સબસિડીનો દાવો કરતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદકો માટે તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, સબસિડી માંગનારાઓ પર ટ્રેક્શન મોટર અને ઇલેક્ટ્રોનિક થ્રોટલ સહિત અન્ય કેટલાક વાહન ઘટકોનું સ્થાનિક રીતે ઉત્પાદન કરવા માટે ફરજિયાત શરત લાદવામાં આવી છે.

જો કે, ઉદ્યોગે કહ્યું હતું કે ટ્રેક્શન મોટર્સ નિયોડીમિયમ અને ડિસપ્રોસિયમ મેગ્નેટ પર આધારિત છે જે રેર મિનરલ્સ છે. આમાં, ભારત તેની લગભગ સંપૂર્ણ જરૂરિયાત માટે ચીનથી આયાત પર નિર્ભર છે. પરંતુ ચીનના પ્રતિબંધોને કારણે, સ્થાનિક રીતે ટ્રેક્શન મોટર્સનું એસેમ્બલિંગ ચાલુ રાખવું શક્ય નથી.

વાહન ઉત્પાદકોએ ભારે ઉદ્યોગ મંત્રાલયને સંપૂર્ણ એસેમ્બલ મોટર્સની આયાતને અસ્થાયી રૂપે મંજૂરી આપવા વિનંતી કરી હતી. પરંતુ મંત્રાલયે સ્થાનિકીકરણ પર કડક વલણ અપનાવ્યું છે. ધોરણોને હળવા કરવાને બદલે, મંત્રાલયની નિયુક્ત ટેસ્ટીંગ એજન્સીઓએ ઈ-ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદકોને એક ઘોષણા ફોર્મ મોકલ્યું છે, જેમાં તેમને સહી કરીને પરત કરવાનું કહેવામાં આવ્યું છે, જેમાં પુષ્ટિ આપવામાં આવી છે કે સંબંધિત ઉત્પાદકો પાસે રેર અર્થ મેગ્નેટનો પૂરતો સ્ટોક છે અને તેઓ 3 માર્ચ સુધીમાં ધોરણોનું પાલન કરી રહ્યા છે.

ઘોષણા ફોર્મમાં જણાવ્યું છે કે, “અમે જાહેર કરીએ છીએ કે અમારી પાસે ટ્રેક્શન મોટર્સ અને ઇલેક્ટ્રોનિક થ્રોટલના ઉત્પાદન માટે જરૂરી રેર અર્થ મેગ્નેટનો પૂરતો સ્ટોક છે.”

ટુ-વ્હીલર ઉત્પાદકના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું, “આ સ્થાનિકીકરણ કરવાની ઇચ્છાનો પ્રશ્ન નથી પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં વ્યવહારીતાનો પ્રશ્ન છે.” ટ્રેક્શન મોટર્સ અને ઇલેક્ટ્રોનિક થ્રોટલ બંને EV માટે અભિન્ન ઘટકો છે અને તેમને રેર અર્થ મેગ્નેટની જરૂર પડે છે. નોંધનીય છે આ નિર્ણયની અસર મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલીટી, હિરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, એથર એનર્જી અને બજાજ ઓટો પર પડશે જેો યોજના હેઠળ લાભ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઇક્વિટી બજારમાં પીછેહટ યથાવત્ઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રારંભથી ગેપમાં નીચે ખુલ્યા

Back to top button