ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

કીમિયાખોર ચીન હવે પાણીમાં બનાવશે ડેટા સેન્ટર! જાણો શું છે આખો પ્રોજેક્ટ?

નવી દિલ્હી, 18 જુલાઈ, 2025: ચીન પાણીની અંદર એક AI ડેટા સેન્ટર બનાવી રહી છે. સર્વરને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે. આ પાણીનો ઉપયોગ વધુ ન થાય એ માટે ચીન દ્વારા હવે પાણીની અંદર જ આ ડેટા સેન્ટર બનાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડેટા સેન્ટરમાં પ્રોસેસર ખૂબ જ ગરમ થતાં હોવાથી એને ઠંડા રાખવા જરૂરી છે.

ભારત માટે ચીની હાઈડ્રોલોજિકલ માહિતી ખૂબ જ મહત્વની ગણાય છે, ખાસ કરીને બ્રહ્મપુત્ર અને સતલુજ જેવી સરહદી નદીઓ માટે, કારણ કે આ નદીઓ ચીનમાંથી જ આવે છે. આ માહિતી ભારતની જળસુરક્ષા અને વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. ચીનનો આ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેમાં તેઓ હજારો લાખો ગેલન પાણીનો ઉપયોગ કરીને ડેટા સેન્ટરને ગરમીથી દૂર રાખશે. એનર્જી પર ફોકસ કરનાર થિંક ટેન્ક એમ્બરના એનાલિસ્ટ શબ્રિના નાધિલાએ આ વિશે કહ્યું, ‘કાર્બન ઓછું કરવા માટેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ચીનનો આ ખૂબ જ બોલ્ડ નિર્ણય કહી શકાય. આ નિર્ણયથી દુનિયાની ઘણી કંપનીઓ એ રીતે ડેટા સેન્ટર બનાવવા માટે પ્રેરિત થઈ શકે છે.’

ડેટા સેન્ટરમાં તમામ માહિતીનો સંગ્રહ થાય છે તેમ જ કૉમ્પ્યુટિંગ કામ પણ એમાં કરવામાં આવે છે. આથી આ પાછળ ખૂબ જ વધુ પ્રોસેસર અને GPUનો ઉપયોગ થાય છે. યુઝર્સ પણ હવે AIનો વધુ ઉપયોગ કરી રહ્યા છે અને ડિમાન્ડ પણ વધી રહી હોવાથી આ ડેટા સેન્ટર વધુ ગરમ થશે. આથી ડેટા સેન્ટર દ્વારા ખૂબ જ વિપુલ પ્રમાણમાં વિજળી અને પાણીનો ઉપયોગ થાય છે. આ સર્વર સતત કામ કરે છે. ડેટાને પણ નુક્સાન થવાનો ભય છે. આ માટે તેમને સતત ઠંડા કરવાની પ્રોસેસ ચાલુ રાખવી પડે છે.

ડેટા સેન્ટર દ્વારા જેટલી પણ વિજળીનો ઉપયોગ કરવામાં આવે છે એમાંથી 40 ટકા વિજળી ફક્ત એને ઠંડા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ માટે પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેમ જ પાણીને ઠંડું કરવા અને ત્યાર બાદ ડેટા સેન્ટર હોય ત્યાં એને એક લેયરના આધારે સ્પ્રે કરવા માટે પણ વિજળીનો ઉપયોગ થાય છે. આ રીતે ટેમ્પરેચરને નીચું લાવવામાં આવે છે. આ માટે પાણીને જમીનમાંથી, નદી અથવા તો તળાવમાંથી લાવવામાં આવે છે. ઘણી જગ્યાએ વેસ્ટ વોટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

Back to top button