ટ્રેન્ડિંગનેશનલ

એર માર્શલ એસ શિવકુમારે એર ઓફિસર એડમિનિસ્ટ્રેશનની જવાબદારી સંભાળી     

ભુજ, 01 જુલાઇ 2025: Airforce એર માર્શલ એસ શિવકુમાર વીએસએમએ 01 જુલાઈ 25ના નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

હાલમાં તેઓ ડાયરેક્ટર જનરલ

હાલમાં તેઓ એર માર્શલ એર હેડક્વાર્ટરમાં ડાયરેક્ટર જનરલ (એડમિનિસ્ટ્રેશન) હતા. એર ઓફિસર વિશિષ્ટ સેવા મેડલ મેળવેલો છે.

વ્યૂહાત્મક અભ્યાસમાં એમફિલ

એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં જવાબદારી સોંપવામાં આવી હતી. પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે.

ઓપરેશનલ કમાન્ડનો વિશાળ અનુભવ

35 વર્ષથી વધુની કારકિર્દીમાં એર માર્શલે અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ નિમણૂકો સંભાળી છે, જેમાં ફોરવર્ડ બેઝના સિનિયર એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર, કોંગોમાં યુએન મિશનમાં IAF પ્રતિનિધિ, એર ફોર્સ એક્ઝામિનર, મેજર ફ્લાઈંગ સ્ટેશનના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, બે ઓપરેશનલ કમાન્ડમાં કમાન્ડ વર્ક્સ ઓફિસર અને કમાન્ડ પર્સનલ સ્ટાફ ઓફિસર, એર ઓફિસર કમાન્ડિંગ એન ઇક્વિપમેન્ટ ડેપો, એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ ધ એર સ્ટાફ (એર ફોર્સ વર્ક્સ) અને ઓપરેશનલ કમાન્ડના સિનિયર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સર બની પૈસા કમાવવા માગતા યુવાનો સાવધાન…

આ પણ વાંચો:દ્વારકા – સોમનાથ પહોંચવાનું થયું સરળ: જાણો ગુજરાત માટે કયા બે નવા એક્સપ્રેસ-વેને મળી મંજૂરી

Back to top button