ટ્રેન્ડિંગનેશનલ

ફ્લાઈટમાં જમવાનું નહીં લો તો ભાડું ઓછું ચૂકવવું પડશે! એઅર ઇન્ડિયા લાવી શકે છે નવી ટિકિટ કેટેગરી

Air India New Policy: Air India તેના મુસાફરો માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર લાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એરલાઇન ડોમેસ્ટિક ફ્લાઇટમાં ‘નો મીલ’ (No Meal – ભોજન વિનાની) ટિકિટ કેટેગરી શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો મુસાફરો ટિકિટ બુકિંગ દરમિયાન જ નક્કી કરી શકશે કે તેમને ફ્લાઈટમાં ભોજન જોઈએ છે કે નહીં. આ સ્થિતિમાં, જે મુસાફરો ભોજન નહીં લેવાનો વિકલ્પ પસંદ કરશે, તેમની ટિકિટની કિંમતમાં મોટો ઘટાડો થશે.

ઘણા મુસાફરો એવા હોય છે જેઓ મુસાફરી દરમિયાન એરલાઇનનું જમવાનું લેવાનું પસંદ નથી કરતા અથવા તો ખૂબ જ ટૂંકા અંતરની સફર કરતા હોય છે. આવા મુસાફરો માટે આ વિકલ્પ શરૂ કરીને હવાઈ ભાડામાં ઘટાડો કરી શકાય છે. એઅર ઇન્ડિયા શરૂઆતમાં આ અંગે મુસાફરોનો પ્રતિભાવ (ફીડબેક) મેળવશે અને તેના આધારે સ્થાનિક રૂટ્સ પર આ યોજના લાગુ કરી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સસ્તા દરે હવાઈ મુસાફરીની સુવિધા પૂરી પાડવાનો છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે આ સુવિધા ઉપલબ્ધ નહીં રહે

હાલમાં આ પ્લાનને અંતિમ મંજૂરી મળવાની બાકી છે. જો તેને લીલી ઝંડી મળી જશે, તો પણ આ સુવિધા માત્ર દેશની અંદરની એટલે કે ઘરેલું ઉડ્ડયનો માટે જ શરૂ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) ફ્લાઈટ્સ માટે આ પ્રકારનો કોઈ વિકલ્પ આપવામાં આવશે નહીં. આ નિયમ લાગુ થવાથી સૌથી મોટો ફાયદો ટૂંકા રૂટ પર મુસાફરી કરતા લોકોને થશે, કારણ કે તેઓ સામાન્ય ટિકિટની સરખામણીએ ઓછું ભાડું ચૂકવીને મુસાફરી કરી શકશે.

હાલમાં તમામ ફ્લાઈટ્સમાં ભોજન આપવું ફરજિયાત છે

અત્યારની વ્યવસ્થા પ્રમાણે, એઅર ઇન્ડિયાની તમામ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં મુસાફરોને ભોજન પૂરું પાડવામાં આવે છે, જેનો ચાર્જ ટિકિટની કિંમતમાં જ સામેલ હોય છે. જોકે, અન્ય ઘણી એરલાઇન્સ અલગ-અલગ સુવિધાઓ માટે વધારાનો ચાર્જ વસૂલતી હોય છે. પરંતુ જો એઅર ઇન્ડિયા ટિકિટ બુકિંગમાં ‘નો મીલ’ નો નવો ઓપ્શન સત્તાવાર રીતે લાવશે, તો ઘરેલું હવાઈ મુસાફરીના ભાડાં સસ્તા થવાની પૂરેપૂરી આશા છે.

ઉલ્લેખનીય છે કે, એઅર ઇન્ડિયા દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ પ્રસ્તાવ હાલ વિચારણા હેઠળ છે. જો તેને મંજૂરી મળશે, તો બજેટમાં મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે આ એક શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ સાબિત થશે.

આ પણ વાંચોઃ Israel tension: ઈરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે ટ્રમ્પની અપીલ: ‘હુમલા બંધ કરો’

આ પણ વાંચોઃ IND vs AFG : અફઘાનિસ્તાન સામે ભારતની જીત, તોડ્યો 8 વર્ષનો રેકોર્ડ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button