અમદાવાદટ્રેન્ડિંગનેશનલમીડિયા

Air India Flight Crash: ટાટા ગ્રુપ દરેક પીડિતના પરિવારને ₹1 કરોડ આપશે, ઘાયલોનો ખર્ચ પણ ઉઠાવશે

અમદાવાદ, 12 જૂન 2025 : Air India Crash: એર ઇન્ડિયાનું લંડન જતુ વિમાન ગુરુવારે (૧૨ જૂન) બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેકઓફ થયાના થોડીવાર પછી જ ક્રેશ થયું. વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૧૨ ક્રૂ મેમ્બર (બે પાઇલટ સહિત)નો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ૨૪૧ લોકોના મોત થયા છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રુપની માલિકીની છે.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને એક નિવેદન જારી કરીને કહ્યું, “એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે થયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે.”

ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રુપ ઘાયલ મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ટાટા ગ્રુપ અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનઃનિર્માણમાં પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો સાથે મજબૂત રીતે ઉભી છે.

આ પણ વાંચો: ‘રામ રાખે તેને કોણ ચાખે’, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચ્યો, જુઓ વીડિયો

Back to top button