ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

AI હવે માત્ર જવાબ નહીં આપે, તમારું કામ પણ કરશે, જાણો ધમાકેદાર ફીચર્સ વિશે

ChatGPT Astra: ચેટજીપીટી (ChatGPT) ની પેરેન્ટ કંપની ઓપનએઆઈ (OpenAI) એ એક નવું મોડલ રજૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે તેનું જીપીટી-6 એસ્ટ્રા (GPT-6 Astra) વિશ્વનું સૌથી વધુ બુદ્ધિશાળી અને સચોટ સુસંગત મોડલ (most intelligent and aligned model) છે. કંપનીનું કહેવું છે કે આ મોડલ વર્ષોની તાલીમ અને સખત મહેનતનું પરિણામ છે.

ઓપનએઆઈએ જણાવ્યું, ‘અમે GPT-6 Astra રજૂ કરી રહ્યા છીએ, જે વિશ્વનું સૌથી ઇન્ટેલિજન્ટ અને અલાઇન્ડ મોડલ છે. GPT-6 Astra માં પ્રી-ટ્રેનિંગ, રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ અને અલાઇનમેન્ટના ક્ષેત્રોમાં વર્ષોના સંશોધન અને વ્યાપક પ્રયાસોનો નિચોડ સામેલ છે.’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જીપીટી-6 એસ્ટ્રા મોડલની વિશેષતાઓ

કંપનીનો દાવો છે કે તેનું GPT-6 Astra મોડલ નીચે મુજબના ક્ષેત્રોમાં અત્યાર સુધીનું સૌથી એડવાન્સ્ડ મોડલ છે:

કમ્પ્યુટરનો ઉપયોગ

બ્રાઉઝિંગ

સોફ્ટવેર એન્જિનિયરિંગ

સાયબર સિક્યુરિટી

સાયન્સ (વિજ્ઞાન)

આ પણ વાંચો: જન્માષ્ટમીનો ઉપવાસ ક્યારે અને કેવી રીતે તોડવો? જાણો પારણાનો શુભ સમય અને નિયમ

પ્રોફેશનલ કામકાજ

એસ્ટ્રાએ FrontierMath Tier 4 માં 98% સ્કોર હાંસલ કર્યો છે અને ગણિતની લાંબા સમયથી ચાલી આવતી જટિલ સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરી છે. આ મોડલે ARC-AGI-3 માં 99.9% અને ExploitBench માં 100% સ્કોર પણ પ્રાપ્ત કર્યો છે.

ઓપનએઆઈના જણાવ્યા અનુસાર, એસ્ટ્રા મોડલ કમ્પ્યુટર અને બ્રાઉઝરનો અત્યંત અદ્ભુત ઉપયોગ કરે છે. કંપનીએ જણાવ્યું, ‘આ કમ્પ્યુટર અને બ્રાઉઝરના ઉપયોગમાં પણ નવા માપદંડો સ્થાપિત કરે છે, તેમજ સૌથી મુશ્કેલ પ્રોફેશનલ કામકાજને અજોડ ઝડપ, સચોટતા અને યોગ્ય સમજણ સાથે પૂર્ણ કરે છે.’

ચેટજીપીટી યુઝર્સને પણ મળશે આ મોડલ

કંપનીએ જણાવ્યું કે હાલમાં GPT-6 એસ્ટ્રા મોડલને કેટલીક પસંદગીની સંસ્થાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ મોડલ તમામ ChatGPT Plus, Pro, Business અને Enterprise યુઝર્સની સાથે-સાથે OpenAI API, Microsoft Azure અને AWS Bedrock દ્વારા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

આ પણ વાંચો: કામના તણાવને અવગણશો નહીં, બની શકે છે માનસિક બિમારી, જાણો નિષ્ણાંત પાસેથી

Back to top button