ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

Ahmedabad : સોલામાં અકસ્માત થતાં શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજા તાત્કાલિક મદદે દોડી આવ્યા

Ahmedabad : શહેરના સોલા વિસ્તારમાં સર્જાયેલા એક માર્ગ અકસ્માત દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાનું સંવેદનશીલ અને સેવાભાવી રૂપ જોવા મળ્યું હતું. પોતાની નજર સામે જ રોડ અકસ્માત સર્જાતાં મંત્રીએ વીઆઈપી પ્રોટોકોલની પરવા કર્યા વગર તાત્કાલિક પોતાનો કાફલો રોકાવ્યો હતો અને જાતે રસ્તા પર દોડી જઈ ઈજાગ્રસ્તોની મદદે પહોંચી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

કાફલો રોકાવી ઈજાગ્રસ્તોને સાંત્વના આપી, જાતે 108 બોલાવી હોસ્પિટલ ખસેડ્યા

મળતી વિગતો અનુસાર, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાનો કાફલો સોલા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે તેમની ગાડીની બરાબર સામે જ એક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના જોતાં જ મંત્રીએ ડ્રાઈવરને તાત્કાલિક ગાડી સાઈડમાં લેવડાવી હતી અને પોતે નીચે ઊતરીને ઈજાગ્રસ્તો પાસે દોડી ગયા હતા. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા અને ગભરાઈ ગયેલા ઘાયલોને તેમણે ધીરજ અને સાંત્વના આપી હતી.

આ પણ વાંચો:  Ahmedabad : શાહીબાગ નજીક દારૂના દરોડામાં ફાયરિંગ, SMCની કાર્યવાહીથી ચકચાર

ઈજાગ્રસ્તોને વિલંબ વિના ગોલ્ડન અવરમાં તબીબી સારવાર મળી રહે તે માટે તેમણે તાકીદે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસનો સંપર્ક કર્યો હતો. એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે ત્યાં સુધી તેઓ જાતે સ્થળ પર ઊભા રહ્યા હતા અને ઘાયલોને વ્યવસ્થિત રીતે એમ્બ્યુલન્સમાં બેસાડી નજીકની હોસ્પિટલ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા પોતાની દેખરેખ હેઠળ કરાવી હતી.

મંત્રીની સમયસૂચકતા અને માનવતાની પ્રત્યક્ષદર્શીઓએ પ્રશંસા કરી

એક મંત્રી હોવા છતાં લાલબત્તી કે સત્તાના રોફને બાજુ પર મૂકીને એક જાગૃત અને સંવેદનશીલ નાગરિક તરીકે દાખવેલી ત્વરિત તત્પરતાની સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી. શિક્ષણમંત્રીની સમયસૂચકતાના કારણે સમયસર સારવાર મળતાં ઘાયલોનો જીવ જોખમમાંથી બહાર આવી શક્યો હતો.

આ પણ વાંચો:  Appleનો મોટો નિર્ણય! એકસાથે બે કરતાં વધુ iPhone ખરીદવા પર રોક

Back to top button