ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

Ahmedabad : શાહીબાગ નજીક દારૂના દરોડામાં ફાયરિંગ, SMCની કાર્યવાહીથી ચકચાર

Ahmedabad : શહેરના શાહીબાગ વિસ્તારમાં વિદેશી દારૂના મોટા કટિંગ પર ત્રાટકેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર બુટલેગરોએ કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ફિલ્મી ઢબે થયેલા પીછા બાદ બુટલેગરોએ પોલીસના વાહનને ટક્કર મારી કચડી નાખવાનો પ્રયાસ કરતાં સ્વબચાવમાં SMCના પીઆઈએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, પોલીસ પર જીવલેણ હુમલો કરી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ખંડુભાઈ હોલ પાસે દારૂના કટિંગની ચોક્કસ બાતમી હતી

મળતી વિગતો અનુસાર, SMCની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે કુખ્યાત બુટલેગર અનુપ ઠાકોર ઉર્ફે મેકો રતનસિંહ ઠાકોરે શાહીબાગના ખંડુભાઈ હોલ પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે. બાતમીના આધારે SMCની ફ્લાઈંગ સ્ક્વોડે ખંડુભાઈ હોલ નજીક છટકું ગોઠવ્યું હતું. દરમિયાન નંબર પ્લેટ વિનાની એક શંકાસ્પદ કાળા રંગની ક્રેટા કાર ત્યાં આવી પહોંચી હતી. કારમાં સવાર બુટલેગરોને પોલીસની હાજરીની ગંધ આવી જતાં તેમણે પૂરપાટ ઝડપે કાર ભગાવી મૂકી હતી.

શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધી ફિલ્મી પીછો: પોલીસ પર કાર ચડાવી દીધી

પોલીસ ટીમે તાત્કાલિક સરકારી વાહનમાં ક્રેટા કારનો પીછો શરૂ કર્યો હતો. શાહીબાગથી શરૂ થયેલો આ હાઈ-વોલ્ટેજ પીછો ઇન્દિરા બ્રિજ નજીક આવેલી સરસ્વતી પાર્ક સોસાયટી પાસે પહોંચ્યો હતો. SMC ટીમે ક્રેટા કારને આંતરીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બુટલેગરોએ શરણાગતિ સ્વીકારવાના બદલે પોલીસના વાહન પર જ પૂરઝડપે ક્રેટા કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો:  Appleનો મોટો નિર્ણય! એકસાથે બે કરતાં વધુ iPhone ખરીદવા પર રોક

પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું

પોલીસ ટીમ પર સીધું વાહન ધસી આવતાં અને જીવ જોખમમાં મુકાતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે SMCના પીઆઈ મિતેશ ત્રિવેદીએ ત્વરિત કાર્યવાહી કરી પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ છતાં બેખોફ બુટલેગરો સાંકડી ગલીઓનો લાભ લઈ દારૂ ભરેલી ગાડી સાથે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચી નહોતી.

હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની કાર્યવાહી: બુટલેગરોની શોધખોળ તેજ

ઘટના બાદ SMCની ટીમે સ્થળ પર પંચનામું કરી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપીઓ સામે સરકારી ફરજમાં રુકાવટ અને હત્યાના પ્રયાસ (Attempt to Murder) તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના સીસીટીવી ફૂટેજના આધારે કાળા રંગની ક્રેટા કાર અને તેમાં સવાર બુટલેગરોની ધરપકડ માટે નાકાબંધી કરી સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:નેતન્યાહૂએ PM મોદી અને કેપ્ટન સ્મિત મચ્છારને મોકલ્યું ખાસ આમંત્રણ

Back to top button