Ahmedabad: ‘SHE’ ટીમના ડ્રાઈવરે નશાની હાલતમાં પોલીસ જીપ ડિવાઈડર પર ચડાવી, ગાડીમાંથી દારૂનું ક્વાર્ટર મળ્યું

Ahmedabad Accident News : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગત મોડી રાતે ‘SHE ટીમ’ની એક સરકારી વાન ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આસપાસના લોકોએ જ્યારે વાન પાસે જઈને જોયું તો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. તેમજ ગાડીની અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
નિકોલના ભવાની ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. નિકોલ વિસ્તારમાં ‘SHE ટીમ’ની પોલીસ વાન ખૂબ જ ઝડપી ગતિએ આવી રહી હતી. મોડી રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે, નિકોલના ભવાની ચોક નજીક, ગાડીના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો અને તુરંત ગાડી ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ જ્યારે લોકોએ વાનની અંદર જોતું, તો તેઓ દંગ રહી ગયા. કારણે કે, ‘SHE ટીમ’ની ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. આશ્ચર્યજનક વાત એ હતી કે, જે વાન મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત છે, તેની અંદરથી દારૂની બોટલ અને દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો હતો. પોલીસની જ ગાડીમાં દારૂની બોટલો જોઈને હાજર રહેલા લોકો ભારે રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ થાળે પાડી નશામાં ધૂત ચાલકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વાન નિકોલ પોલીસ સ્ટેશનની SHE ટીમની છે, પરંતુ તેનો ચાલક પોલીસકર્મીને બદલે આઉટ સોર્સિંગ (કોન્ટ્રાક્ટ) દ્વારા લેવામાં આવેલો ડ્રાઈવર છે. આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી અને શિસ્ત સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જે ‘SHE ટીમ’ની વાન મહિલાઓની સલામતી માટે કાર્યરત છે. તેમાં જ દારૂની મહેફિલ જામી હોવાની ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ માત્ર પોલીસ સૂરક્ષા અને ભરોસા વિશે જ નહીં, પરંતુ પોલીસની ટ્રેનિંગ, શિસ્ત અને ઇમેજ પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: VIDEO : બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વીડિયો જોઈને ચીસ નીકળી જશે












