અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટોના કાળા બજાર પર પોલીસની બાજ નજર: બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓ ઝડપાયા

અમદાવાદ, 8 માર્ચ 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. મેચની તીવ્ર ઉત્સાહ વચ્ચે ટિકિટોના કાળા બજાર પર પોલીસની નજર તીખી થઈ છે. ગઈ કાલે, 7 માર્ચના રોજ, અમદાવાદ પોલીસે બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જેમને ફાઇનલ મેચની ટિકિટોની કાળાબજારી કરતા પકડવામાં આવ્યા હતા.
પ્રથમ ઘટના: સાબરમતી વિસ્તારમાં યુવક ઝડપાયો
સાબરમતી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અચેર ચાર રસ્તા પાસે મેલડી પાન પાર્લર નજીકથી 19 વર્ષીય પૃથ્વી પ્રહલાદભાઇ પટણી (સરસ્વતીનગર ચાલી નં.3, અચેર, સાબરમતી)ને ધરપકડ કરી છે. પૃથ્વી પાસેથી 8 ટિકિટ જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત 50 હજાર રૂપિયા છે. તે રૂ.2,000ની કિંમતની આ ટિકિટોને રૂ.10,000થી 12,000 રૂપિયા સુધીના ભાવે વેચવાનો પ્રયાસ કરતો હતો. પોલીસે તેની પાસેથી એક ટુવ્હીલર અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
બીજી ઘટના: ક્રાઈમ બ્રાન્ચની ટ્રેપમાં બે આરોપીઓ પકડાયા
અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે ઉસ્માનપુરાના ગુજરાત વિદ્યાપીઠ S.T. પીક બસ સ્ટેન્ડ નજીકથી બે વ્યક્તિઓને ઝડપ્યા છે. આરોપીઓમાં વિપીન રાજેન્દ્રસિંગ ભાટી (જોધપુર, રાજસ્થાનનો રહેવાસી) અને રિતીક રાકેશ યાદવ (વર્સોવા, મુંબઈ; મૂળ મધ્ય પ્રદેશનો)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી 8 ટિકિટ જપ્ત કરી છે, જે તેઓ ઓનલાઈન બુક કરીને ત્રણ ગણા ભાવે, એટલે કે રૂ.3,000ની ટિકિટને રૂ.10,000માં વેચતા હતા. ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે ટ્રેપ સેટ કરીને તેમને પકડ્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે, જેમાં અન્ય સંબંધિત વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
પોલીસની ચેતવણી અને વધુ કાર્યવાહી
અમદાવાદ પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું જારી કરીને ટિકિટની કાળાબજારી સામે સખત પગલાં ભરવાની જાહેરાત કરી છે. કોઈપણ વ્યક્તિ પાસે 3 કરતાં વધુ ટિકિટ રાખવા અથવા નિયત કિંમત કરતાં વધુ ભાવે વેચવા પર કડક કાર્યવાહી થશે. આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે પોલીસ મેચના આયોજન દરમિયાન કડક વલણ રાખી રહી છે. ચાહકોને સલાહ આપવામાં આવી છે કે ટિકિટો માત્ર સત્તાવાર વેબસાઈટ અથવા કાઉન્ટર પરથી જ ખરીદે, જેથી કાળા બજારના શિકાર ન થવાય.
આ પણ વાંચો: અમદાવાદ: T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત-ન્યુઝીલેન્ડની રોમાંચક ટક્કર, દરિયાપુરમાં લાઇવ સ્ક્રીનિંગ












