અમદાવાદઆંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ દુશ્મન દેશ પાકિસ્તાનના દોસ્ત તુર્કીએનું કાવતરું?

અમદાવાદ, 14 જૂન 2025: Ahmedabad Plane Crash Baba Ramdev અમદાવાદમાં એર ઈંડીયાના બોઈંગ 787નો 2 જૂન 2025ના અકસ્માત થયો એમાં ભારતના દુશ્મન પાકિસ્તાનના દોસ્ત તુર્કીએનો હાથ છે કે કેમ તેવી આશંકા ભારતના યોગગુરુ બાબા રામદેવે વ્યક્ત કરી છે. ‘તુર્કીએ પોતાની દુશ્મની બહાર કાઢી નથી’ એમ કહીને અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ કાવતરું હોવાનું જણાવ્યું છે.
ભારતે વિદેશી હસ્તક્ષેપ ઓછો કરવો પડે
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે મને ખબર પડી છે કે વિમાનોમાં જાળવણીનું કામ કરતી તુર્કીએની એજન્સીએ આ દ્વારા પોતાની દુશ્મની બહાર કાઢી છે, શું તેણે કોઈ કાવતરું ઘડ્યું છે? ભારતે હવે આવા સંવેદનશીલ મામલાઓમાં વિદેશી હસ્તક્ષેપ ઓછો કરવો પડશે એમ પણ ઉમેર્યું હતું. વિમાન દુર્ઘટના પાછળ આ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતે ઉડ્ડયન ક્ષેત્ર પર નજીકથી નજર રાખવી જોઈએ.
ટર્કિશ ટેકનિક વૈશ્વિક ઉડ્ડયન કંપની
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, તુર્કીએ અંગે પણ એક એંગલ બહાર આવી રહ્યો છે. આનું કારણ એ છે કે તુર્કીએની કંપની ટર્કિશ ટેકનિક વૈશ્વિક ઉડ્ડયન સેવા પ્રદાતા છે. ભારતમાં કેટલીક એરલાઇન્સ પણ આ કંપનીના ગ્રાહકો છે. તેમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોનો પણ સમાવેશ થાય છે.
‘ઓપરેશન સિંદૂર’ પછી બહિષ્કાર થયો
એરલાઇન બોઇંગ 777 કાફલાના જાળવણી માટે તેના વિમાનો ટર્કિશ ટેકનિકને મોકલતી હતી, જાળવણી, પુનર્વસન અને રેટ્રોફિટિંગનો તેમાં સમાવેશ થતો હતો. એર ઇન્ડિયા પહેલા તુર્કીએની કંપની તેમજ ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ (AIESL) અને અન્ય દેશો પાસેથી વિમાનોનું જાળવણી કરાવતી હતી. ઓપરેશન સિંદૂર પછી જે રીતે તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો, ભારતમાં તેનો બહિષ્કાર શરૂ થયો અને એર ઇન્ડિયાએ તુર્કી ટેકનિક સાથેનો કરાર પણ સમાપ્ત કરી દીધો.

આ પણ વાંચો: Cricket: 2031 સુધી કોણ WTCની ફાઇનલનું યજમાન બનશે.. ભારતને તક મળી?

આ પણ વાંચો: Air India plane crash: અમદાવાદ વિમાન મથકે કાયમ વિમાનો પર જોખમ રહેશે! જાણો કેમ?

Back to top button