
Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થશે. આ દરમિયાન તપાસ અહેવાલ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. અહેવાલ મુજબ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) શુક્રવાર, 12 મેના રોજ અમદાવાદમાં થયેલા AI 171 ક્રેશ અંગે વચગાળાનો અથવા અંતિમ અહેવાલ જાહેર કરે તેવી અપેક્ષા છે.
આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા અને શુક્રવારે તેની પહેલી વર્ષગાંઠ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પરિશિષ્ટ 13માં જણાવાયું છે કે, જો અકસ્માતના 12 મહિનાની અંદર અંતિમ અહેવાલ જાહેર ન કરી શકાય, તો સંબંધિત દેશે દરેક વર્ષગાંઠ પર તપાસની પ્રગતિની વિગતો આપતું વચગાળાનું નિવેદન જારી કરવું જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ રીતે બની અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના
12 જૂન 2025ના રોજ થયેલ અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના ભારતીય ઇતિહાસની સૌથી દુ:ખદ અને ભયાનક અકસ્માતોમાંની એક છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.
ટેકઓફ કર્યાના માત્ર 32 થી 40 સેકન્ડ બાદ વિમાને કાબુ ગુમાવ્યો અને એરપોર્ટ નજીક બી.જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ સંકુલ (મેઘાણી નગર વિસ્તાર)માં ક્રેશ થયું, જેના કારણે તે આગની લપેટમાં આવી ગયું. આ દુ:ખદ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260 લોકોના મોત થયા.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક વ્યક્તિ બચ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિ, ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો. 12 જૂન, 2025ના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787 ડ્રીમલાઇનર) લંડન માટે ઉડાન ભરી. ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી, વિમાન બી.જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ સંકુલ સાથે ક્રેશ થયું. પરંતુ વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ થયો.
આ પણ વાંચો : સાવધાન : મોબાઇલ નેટવર્ક અચાનક કલાકો સુધી રહે છે ગાયબ! હોય શકે છે સિમ સ્વેપ હુમલો












