અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મમધ્ય ગુજરાતશ્રી રામ મંદિર

અમદાવાદઃ રામનવમી નિમિત્તે બજરંગ દળ તથા વિહિંપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ

17 માર્ચ અમદાવાદ: શહેરનાં નિકોલ વિસ્તારમાં આવેલા ભગવાન રામનું ભવ્ય રામજી મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ તથા આગેવાનો જોડાયા હતા. આ યાત્રામાં ભગવાન રામની અલગ અલગ પ્રતિમાઓ અલગ અલગ રૂપ બતાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ યાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ પૂર્વના મુખ્ય વિસ્તારોમાંથી નીકળી હતી.

પૂર્વ વિસ્તારના મુખ્ય 18 સ્થળોએ શોભાયાત્રા નીકળી
ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા રૂટની વાત કરીએ તો રામજી મંદિર(નીકોલ) થી શરુઆત કરી ગંગોત્રી સર્કલ, ઓમકાર ચાર રસ્તા, અટલ આવાસ, ડી-માર્ટ, શેલબી હોસ્પિટલ, દેવસ્ય સ્કુલ ચાર રસ્તા, ભવાની ચોક, શુકન ચાર રસ્તા, ખોડીયાર માતાજીનું મંદિર, ઉત્તમનગર, ઠકકરનગર ચાર રસ્તા, ઈન્ડીયા કોલોની, બાપુનગર ચાર રસ્તા, ખોડીયારનગર ચાર રસ્તા, વિરાટનગર ચાર રસ્તા, મનમોહન ચાર રસ્તા, ઓઢવ સેમોલ માતાજીના મંદિર ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવી

138 દેશોમાં VHP હિન્દુ સમાજની ચિંતા કરે છે
રામનવમી નિમિત્તે યોજાનાર ભવ્ય શોભાયાત્રા અંગે VHP નાં બાપુનગર જિલ્લા સહમંત્રી ધીમંત શેઠે હમ દેખેંગ ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી વિશ્વ હિન્દુ પરિષદનું ફલક સમગ્ર દેશમાં પહોંચ્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદના પાયા બાપુનગરમાંથી આજે સમગ્ર દેશમાં નખાયા છે. જેનું અમારા કરતાં વધુ ગૌરવ કોને હોઈ શકે? અને માત્ર બાપુનગર જ નહીં પરંતુ વિશ્વના સમગ્ર ૧૩૮ દેશોમાં વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજની ચિંતા કરે છે. જેની શરૂઆત બાપુનગરથી થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 500 વર્ષ સુધીનાં ભારતના અંધકારમય વાતાવરણ દૂર થઈને સમગ્ર વિશ્વમાં આજે અજવાળું ફેલાયું, 22 જાન્યુઆરીએ ભગવાન રામનાં વિશ્વવિખ્યાત એવા અયોધ્યાના રામમંદિરનું ઉદઘાટન થયું, કરોડો ભારતવાસીઓનું સપનું 22 જાન્યુઆરીએ પૂર્ણ થયું છે. સનાતન ધર્મનો વિજય થયો છે. તેના ભાગરૂપે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ શોભાયાત્રા ભગવાન રામ જયંતિ અને હનુમાન જયંતિ વીએચપી તથા બજરંગ દળના સ્થાપના કાળથી જ દર વર્ષે ખૂબ જ ઉત્સાહથી અહીંથી કાઢવામાં આવે છે.

37 કિલોમીટરમાં યાત્રાનું આયોજન
ભગવાન રામની શોભાયાત્રા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કુલ ૩૫ થી ૩૭ કિલોમીટરમાં ફરી હતી જેમાં દરેક બે કિલોમીટર એ રામ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય માણસો તેમજ રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ પરંપરાગત ભાગ લઈ દર એક બે કિલોમીટરે ભગવાન રામનું સ્વાગત તેમજ આરતી કરવામાં આવી હતી. તેમજ ઉત્તર ગુજરાત પ્રાંતના આગેવાન લક્ષ્મણસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ઘણા સંઘર્ષો બાદ ભગવાન રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં બન્યું છે. ખાસ કરીને વિસેક મોટી લડાઇઓ અને 70 વર્ષની કાનૂની લડાઈ બાદ સનાતનીઓનો વિજય થયો છે. જે અમારી માટે સમગ્ર ભારત દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે.

Back to top button