અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદ: મારી પત્ની સામે કેમ જોવે છે? કહી હોમગાર્ડને છરી ઝીંકી પતાવી દેનારા 2ની ધરપકડ; 14 ગુનાઓનો ઇતિહાસ

22 જુલાઈ 2025 અમદાવાદ: તારીખ 21 જુલાઈ 2025ના સોમવારના રોજ રાત્રિના 10:15 વાગ્યાની આસપાસ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડની એક મહિલા અને પુરુષ દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે ઘટનાની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને થતા ગણતરીના કલાકોમાં 14 જેટલા ગુનાહોનો ઇતિહાસ ધરાવતા પુરુષ આરોપી તેમજ પાંચ જેટલા રજીસ્ટર ગુનાઓ ધરાવતી મહિલાને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

“મેરી બીવી કે સામને ક્યુ દેખતા હૈ?” કહી હત્યાની કરી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ PI VB આલનાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે જાવેદ સીઝનલ સ્ટોર નામની દુકાન આગળ જાહેરમાં આરોપી બદરૂદ્દીન શમસાદ અહેમદ શાહ અને નીલમ પ્રજાપતિ નામની મહિલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કિશનભાઇ શ્રીમાળીને છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી છે જેમાં હત્યાનું કારણ બદરૂદ્દીન શમસાદ અહેમદ શાહની પત્નીનું છે. હત્યા કરતી વખતે હોમગાર્ડ કિશનભાઇ “મેરી બીવી કે સામને ક્યુ દેખતા હૈ?” કહી ગાળા ગાળી કરી તીક્ષ્ણ હથિયારો મારી ઇજાગ્રત કર્યો હતો જે બાદ કિશનભાઇને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન પીડિતનું મૃત્યુ નીપજતા બંને આરોપીઓની ધરપકડ કરી હત્યા સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

બન્ને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
બંને આરોપીઓ હત્યા નિપજાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા યોગ્ય વોચ ગોઠવીને બાતમીદારો તેમજ સીસીટીવીની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય પુરુષ આરોપી બદરૂદ્દીન શમસાદ અહેમદ ઉપર અમદાવાદ શહેરના વટવા, નારોલ, ઓઢવ, દાણીલીમડા, વાસણા, કાલુપુર, નરોડા અને ગાયકવાડ હવેલી સહીતનાં પોલીસ સ્ટેશનમાં માં કુલ 14થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે મહિલા આરોપી નિલમ પ્રજાપતિની વિરુદ્ધમાં અમદાવાદ શહેરના એરપોર્ટ, કાલુપુર, નરોડા અને ગાયકવાડ હવેલી સહીતનાં પોલીસ સ્ટેશનમાં 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પકડાયેલો આરોપી બદરૂદ્દીન શાહ આલમ દાણીલીમડા વિસ્તારમાં રહે છે. જે મૂળ ઉત્તર પ્રદેશ કાનપુરનો વતની છે.

અત્રે મહત્વનું છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ ચંડોળા તળાવ પાસેથી કરી છે. નીલમ પ્રજાપતિ નામની મહિલા આરોપી બદરૂદ્દીનનાં સંપર્કમાં આવતા પહેલા ઘરફોડ ચોરીનો આરોપી વિજુ સિંધીનાં સંપર્કમાં હતી જે હાલ સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે.

Back to top button