ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઘી, પનીર બાદ હવે કપાસિયા તેલમાં પણ ભેળસેળ શરૂ

  • ઘી, પનીર બાદ કપાસિયા તેલમાં ભેળસેળ, માંગો તે બ્રાન્ડ સસ્તામાં મળે
  • ગયા મહિને પનીરનો 1700 કિલો જથ્થો ઝડપાયા બાદ તેની તપાસ આગળ ધપી
  • પ્રતિષ્ઠિત બ્રાન્ડના ડબ્બાનું રૂ.100-200ના ફેરમાં ધૂમ વેચાણ શરૂ થયુ

ગુજરાતમાં ઘી, પનીર બાદ હવે કપાસિયા તેલમાં પણ ધૂમ ભેળસેળ શરૂ થઈ છે. અને માગો તે બ્રાન્ડના લેબલ સાથે રૂ.100થી 200ના ફેરમાં ડબ્બા ઉપલબ્ધ કરાવાતા હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. જન આરોગ્ય સાથે ચેડા કરવાનો કાળો કારોબાર રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ધમધમી રહ્યો છે જેની સામે તંત્ર દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા છે.

આ પણ વાંચો: વાર્ષિક રૂ.8 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના સંતાનો માટે 50 ટકા ફિ 

ગયા મહિને પનીરનો 1700 કિલો જથ્થો ઝડપાયા બાદ તેની તપાસ આગળ ધપી

ખાણી-પીણીની ચીજોમાં હલકી ગુણવતાવાળી વસ્તુઓ પધરાવી જન આરોગ્ય સાથે ચેડા કરવાના ચાલી રહેલા કૌભાંડમાં રાજકોટ ખાતેથી ગયા મહિને પનીરનો 1700 કિલો જથ્થો ઝડપાયા બાદ તેની તપાસ આગળ ધપી રહી છે. ત્યારે ખાદ્યતેલોમાં ભેળસેળની બૂમરાણ સંભળાઈ રહી છે. કપાસિયા અને સિંગતેલના ડબ્બાના ઉંચા ભાવ મળતા હોવાથી પામતેલને આ બંને તેલોના નામે વેચવાના હાટડા રાજકોટ, શાપર, કોઠારીયામાં ધમધમી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા ચુનારાવાડ ચોકમાંથી લેવાયેલો કપાસિયા તેલનો નમૂનો ફેલ થયો હતો. મોડાસામાંથી તો બ્રાંડેડ કપાસિયા તેલના નામે ડૂપ્લીકેટ માલ વેચવાનું કૌભાંડ ઉજાગર થયું છે. ત્યારે રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ધમધમતા આવા હાટડાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? તેવો સવાલ ઉદ્દભવી રહ્યો છે.

આ પણ વાંચો: 200 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાંથી છુટ્યા, આજે વાઘા અટારી સરહદે આવશે 

હાલ કપાસિયા તેલના ભાવ 15 કિલો ડબ્બાના રૂ.1565થી 1615 સુધી

હાલ કપાસિયા તેલના ભાવ 15 કિલો ડબ્બાના રૂ.1565થી 1615 સુધીના છે તેની સામે પામતેલ રૂ.1435 આસપાસ મળી જાય છે. પામતેલને કપાસિયા તેલના લેબલ નીચે ગ્રાહકોને વેચવામાં આવી રહયું છે. સિંગતેલમાં પણ આ પ્રકારની ભેળસેળ થાય છે. કપાસિયા તેલમાં રંગ કે ગંધ નહિ હોવાથી તેમાં પામતેલની ભેળસેળ સરળતાથી થાય છે. ઉનાળાને કારણે પામતેલ ગરમીમાં ઘટ્ટ પણ નહિ થતું હોવાથી આસાનીથી વેચાઈ જાય છે. ટીનર્સ રૂ.100થી 200ના ભાવ ફેરમાં ભેળસેળીયા ડબ્બા માગો તે બ્રાંડના લેબલ લગાવીને આપી દેતા હોય છે. ટીનર્સ દ્વારા ભળતા નામ અને લોગો બનાવીને ગ્રામિણ વિસ્તારના ગ્રાહકોને આવો માલ વેચી દેવાય છે. રાજકોટમાં અગાઉ એક જ પેઢીમાંથી એક ડઝન નામના લેબલ મળી આવ્યા હતા. કપાસિયા તેલ ઉપરાંત સિંગતેલના પણ આ પ્રકારના ડબ્બા 300થી 400ના ઓછા ભાવથી વેચવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વિદેશમાં લગ્નની ઘેલછા યુવતીને ભારે પડી 

સિંગતેલનો ભાવ 15 કિલોનો હાલ 2700થી 2750 સુધીનો

પામતેલમાં એક ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરીને તેને સિંગતેલની ફ્લવેર્સ આપીને વેચાણ કરવામાં આવી રહ્યા છે. સિંગતેલનો ભાવ 15 કિલોનો હાલ 2700થી 2750 સુધીનો છે તેની સામે પામતેલ 1435ના ભાવે ઉપલબ્ધ છે અને તેને કૌભાંડીયાઓ દ્વારા સિંગતેલના ડબ્બામાં પેક કરીને ભળતા નામોથી સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યું છે. રાજકોટની દાણાપીઠ, માર્કેટીંગ યાર્ડ, કોઠારીયા રોડ વિસ્તારમાંથી આવો માલ મળી જાય છે. જેને ગામડામાં છૂટક તેલ વિતરણ કરનારાઓ ખરીદી જતા હોય છે.

Back to top button