ગુજરાતટોપ ન્યૂઝમનોરંજન

Wedding Reception: પાયલ રોહતગી- સંગ્રામ સિંહે અમદાવાદમાં યોજ્યું રિસેપ્શન, તસવીરો સામે આવી

Text To Speech

તાજેતરમાં આગ્રાના જેપી પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા પછી  હવે અભિનેત્રી પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. પાયલ રોહતગીના હોમટાઉન અમદાવાદમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રમતગમત, રાજકીય અને ઔદ્યોગિક જગતની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

પાયલ રોહતગી-સંગ્રામ સિંહના લગ્નનું ભવ્ય રીસેપ્શન

સંગ્રામ સિંહે પોતાના સોશિયલ મીડિયા પર પોતાના સમારોહની આ તસવીરો શેર કરીને તમામ મહેમાનોનનો આભાર વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે પાયલ રોહતગી અમદાવાદની રહેવાસી છે અને સંગ્રામ સિંહનો પણ આ શહેર સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે. અમદાવાદ પછી બંને ટૂંક સમયમાં મુંબઈમાં તેમના મિત્રોને રિસેપ્શન પાર્ટી આપશે.

કપલના રીસેપ્શન સમારોહમાં અનેક દિગ્ગજોએ આપી હાજરી 

આ રિસેપ્શન દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, જી એસ મલિક, સંતોષ કર્નાની, મુકેશ રાઠોડ, ડોક્ટર શૈલ વસાવડા, ડોક્ટર ખ્યાતી વસાવડા, મનીષ પટેલ સહિત ગુજરાતી ગાયક અરવિંદ વેગડા, કબડ્ડી ખેલાડી રાહુલ ચૌધરી, સપના વ્યાસ, અભિનેત્રી મોનલ ગુર્જર અને ઘણા ઉચ્ચ અધિકારીઓએ રિસેપ્શનમાં હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

ખુબ જ સુંદર લાગી રહ્યું હતું કપલ 

નોંધનીય છે કે અભિનેત્રી પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમના લાંબા સંબંધો પછી પાયલ અને સંગ્રામે રિયાલિટી શો લોકઅપ દરમિયાન તેમના લગ્નની જાહેરાત કરી. આ પછી ગયા મહિને 9 જુલાઈના રોજ કપલે એકબીજા સાથે સાત ફેરા લીધા હતા.

Back to top button